શાખપુર હાઇસ્કુલ કેમ્પસમાં બ્લોક પેવરનું શુભમુહૂર્ત 

શાખપુર હાઇસ્કુલ કેમ્પસમાં બ્લોક પેવરનું શુભમુહૂર્ત 
Spread the love

શાખપુર હાઇસ્કુલ કેમ્પસમાં બ્લોક પેવરનું શુભમુહૂર્ત  લાઠી તા.પં સદસ્યશ્રી ભનુબેન ખુમાણના વરદહસ્તે કરવામાં આવ્યું.

દામનગર લાઠી તાલુકાના શાખપુર હાઇસ્કુલ કેમ્પસમાં બ્લોક પેવરનું શુભમુહૂર્ત લાઠી તાલુકા પંચાયત સદસ્યશ્રી ભનુબેન બાબુભાઈ ખુમાણના વરદહસ્તે કરવામાં આવ્યું.તા.૦૬/૦૩/૨૩ ના રોજ લાઠી તાલુકાના શાખપુર ગામે સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ અંતર્ગત શાખપુર ગામની હાઇસ્કુલમા બ્લોક પેવિંગનું કામપરી પૂર્ણ થતા લાઠી તાલુકા પંચાયત સદસ્યશ્રી ભનુબેન બાબુભાઈ ખુમાણ ના વરદહસ્તે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે શાખપુર ગ્રામ પંચાયત સદસ્ય રેખાબેન સોલંકી, લાઠી અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ રમેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી નજીરભાઈ મલેક, પૂર્વ સરપંચ લખમણભાઇ બલર, બાબુભાઈ ખુમાણ, કાળુભાઈ સોલંકી, જયંતીભાઈ ઝાપડિયા, જીગ્નેશપરી બાપુ, પંકજભાઈ બલર, ભરતભાઈ કસોટીયા, કિશનપરી ગોસાઈ તેમજ હાઈસ્કૂલના આચાર્યશ્રી પાર્થભાઈ તેરૈયા તથા સ્કૂલના શિક્ષક મિત્રો તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230306-WA0083-1.jpg IMG-20230306-WA0085-0.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!