દામનગર પાલિકા તંત્ર વિકાસ પામતા છેવાડા ના વિસ્તારો ને પાણી આપે

દામનગર પાલિકા તંત્ર વિકાસ પામતા છેવાડા ના વિસ્તારો ને પાણી આપે
Spread the love

સતત વિકાસ પામતા દામનગર શહેરની છેવાડાની સોસાયટીમાં નળ કનેકશન હોવા છતાં છેલ્લા બે મહિનાથી પૂરતા દબાણ થી પાણી મળતું નથી..નગરપાલિકાના વખાણ કેવી રીતે કરવા..ઉઠેલા સવાલ..!!?

આખ્ખા ગુજરાતમાં પાણી બાબતે દામનગર શહેર પાણી વાળું છે..વાત સાચી છે અને થોડીક ઓછી પણ ગણાય ખરા..!! ચૂંટાયેલ પ્રતિનિધિઓ ક્યારેય તેમના મત વિસ્તારમાં પૂછે છે ખરા કે તમારે પાણી – લાઈટ – રસ્તા,ગટર ના કોઈ પ્રશ્ન છે …!!! ઠીક છે… હાલ દામનગર નગરપાલિકામાં કુલ ૨૪ માંથી ૨૨ સભ્યો ભા. જ. પ.ના છે ને સત્તામાં છે..સ્થાનિક થી લઈને ગુજરાત – કેન્દ્રમાં ભા. જ. પ.સત્તામાં છે. આપણો દેશ આગળ વધી રહ્યો છે..ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે..વાત સાચી પણ દામનગર શહેરમાં ઠાંસા રોડ પર આવેલ સાંઈબાબાના મંદિરની સામેના ભાગે આવેલ શ્રીજીનગર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય આ સોસાયટીના રહીશો તા.૨૮-૨-૨૩ ના રોજ ચીફ ઓફિસર અને પ્રમુખને આ બાબતની લેખિતમાં અરજી આપીને ન્યાય આપવા જણાવેલ છે.એક બાજુ વેરા વસુલાત માટે બાકીદારોની મિલ્કત ને સિલ મારવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ છેવાડાની આ સોસાયટીમાં પાણી ઓછું મળતું હોય વેચાતું લેવું પડે છે એમ અરજીમાં દર્શાવેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230304-WA0120.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!