લાઠી સ્નેહી પરમાર ને પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે કવિ કલાપી એવોર્ડ એનાયત કરાયો

લાઠી નગર ખાતે પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે કવિ ‘સ્નેહી’ પરમારની યશકલગીમાં રાજવી કવિ કલાપી ઍવોર્ડનું વધુ એક મુલાયમ પીંછુ ઉમેરાયુ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાળીયા ગામના વતની અને શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ, બગસરાના શિક્ષક શ્રી બાલુભાઈ પરમાર ‘ સ્નેહી ‘ ને પૂજ્ય મોરારિબાપુના શુભ હસ્તે રાજવી કવિ કલાપી એવોર્ડ 2023 એનાયત કરવામાં એવોર્ડ અર્પણ વિશિષ્ટ વ્યક્તિ તરીકે શ્રેષ્ઠ શિક્ષણમાં કામ કરવા બદલ નિવૃત્ત આચાર્ય એમપી રામાણીનું વ્યક્તિ વિશે સન્માન સમારોહનું આયોજન કલાપી વિનય મંદિર, લાઠી ખાતે લાઠીના નામદાર ઠાકોર સાહેબ શ્રી કીર્તિકુમારસિંહજી ગોહિલ અધ્યક્ષ સ્થાને, શેઠશ્રી મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા ઉદ્ઘાટક તરીકે, ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગરના શ્રી અશોકભાઈ મંગલાણી અને કવિ શ્રી પ્રવીણ ગઢવી સાહેબ મુખ્ય મહેમાન તરીકે તેમજ શિવમ જ્વેલ્સ સુરતના શ્રી ઘનશ્યામભાઈ શંકર, સન્માન રાશિના દાતા શ્રી ગિરીશભાઈ ડેર,તથા અમરેલીના સામાજિક અગ્રણી શ્રી જીતુભાઈ ડેર સારસ્વત કવિ શ્રી હર્ષદ ચંદારાણા પ્રણવ પંડ્યા સંજુવાળા ઉપસ્થિતિ રહેલ. આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત આ પાંચમા એવોર્ડ નિમિત્તે ગુજરાતના પ્રતિષ્ઠિત કવિ સ્નેહી પરમારને 51,000 ની પુરસ્કાર રાશિ અર્પણ કરવામા આવેલ શબ્દ દ્વારા સ્વાગત કવિ ગોપાલ ધણાક આભાર સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ અને સમગ્ર કાર્યક્રમ સંચાલન કેતન કાનપરિયા કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ પઢિયાર ભરતભાઈ પાડા , મહેન્દ્રભાઈ જોશી, કાલંદીબેન પરીખ કલાપી વિનય મંદિર ના આચાર્ય રઘુભાઈ માલવીયા વગેરે જેમકે ઉઠાવી હતી ખૂબ મોટી સંખ્યા માં કલા રસિકો ની વિશાળ ઉપસ્થિતિ માં સ્નેહી પરમાર ને કલાપી એવોર્ડ એનાયત કરાયો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300