રેન્જ બશેરા માટે ફાળવેલ 20 લાખ રૂપિયાની ગ્રાન્ટનુ ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લા ના ગૌરવ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે લાઠી તાલુકાના જરખીયા ગામે રેન્જ બશેરા ના કામ માટે 20 લાખ રૂપિયા ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી જેનું લાઠી બાબરા દામનગર વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. આ તકે આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી જીતુભાઈ ડેર, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ કાકડીયા, સુભાષભાઈ કાકડીયા, સરપંચશ્રી હરેશભાઈ કાકડીયા, મનુભાઈ કાકડીયા, રાવતભાઇ ડેર, ઘુસાભાઈ હેરમા, ભીખુભાઈ હેરમા, મનજીભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, કિશોરભાઈ કાકડીયા, ભીખાભાઈ કાકડીયા, ડો.જયેશભાઈ સરવૈયા, હરજીભાઈ આસોદરીયા, સહિત જરખીયા ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જરખીયા મુકામે આ રેન્જ બશેરા ફાળવવામાં આવતા વિવિધ સમાજના લોકો તેમજ બહારથી આવતા લોકોને રહેવાની સુવિધા ઉપલબ્ધ થતા ઝરખીયા ગામમાં હર્ષની લાગણી પસરાઈ હતી તેમજ ગ્રામજનો દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ તેમજ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા નો આભાર વ્યક્ત કર્યો હતો.