રાજકોટ કેકેવી ચોક ફ્લાયઓવર બ્રિજના કાર્ય પ્રગતિની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

રાજકોટ કેકેવી ચોક ફ્લાયઓવર બ્રિજના કાર્ય પ્રગતિની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ
Spread the love
  • રૂ.૧૨૯.૫૨ કરોડનાં ખર્ચે બની રહેલ ફ્લાયઓવર બ્રિજમાં હાલ ૧૯૫ પી.એસ.સી. ગર્ડર અને ૭ સ્ટીલનાં ગર્ડર બનીને લોન્ચ થઇ ગયેલ છે
  • ૪૧ પિયર તથા પિયર કેપ અને ટોટલ ૪૦ સ્લેબ માંથી ૩૨ સ્લેબની કામગીરી પૂર્ણ

રાજકોટ શહેરમાં સરળ પરિવહન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ટ્રાફિક વાળા રસ્તાઓ ઉપર વિવિધ સ્થળોએ ઓવરબ્રિજ / અન્ડરબ્રિજ બનાવવામાં આવેલ છે. હાલ શહેરમાં કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે આ ફ્લાયઓવર બ્રિજની સંબંધિત અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિને સાથે રાખી મુલાકાત લીધી હતી અને કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી.

કમિશનરએ આ મુલાકાત વિશે જણાવ્યું હતું કે, કેકેવી ચોક ખાતે રૂ.૧૨૯.૫૨ કરોડનાં ખર્ચે બની રહેલ ફ્લાયઓવર બ્રિજમાં હાલ ૧૯૫ પી.એસ.સી. ગર્ડર અને ૭ સ્ટીલનાં ગર્ડર બનીને લોન્ચ થઇ ગયેલ છે. ૪૧ પિયર તથા પિયર કેપની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. ટોટલ ૪૦ સ્લેબ માંથી ૩૨ સ્લેબની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને બાકી ૦૮ સ્લેબની કામગીરી ઝડપભેર ચાલી રહી છે, સાથોસાથ બંને સાઈડમાં એપ્રોચ, બંને સાઈડનાં સર્વિસ રોડ, સ્ટોર્મ વોટર લાઈન અને ફૂટપાથની કામગીરી પણ ચાલુ છે. બ્રિજની નીચેના પાર્કિંગ એરિયામાં પેવિંગ બ્લોક લગાવવાની કામગીરી પણ હાલ પ્રગતિમાં છે.

કાલાવડ રોડ પર હેવી વાહન પરિવહન હોવાથી બંને સાઈડનાં સર્વિસ રોડની કામગીરી સહીત બ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારી તેમજ એજન્સીને મ્યુનિ. કમિશનરએ જરૂરી સુચનાઓ આપી હતી. મ્યુનિ. કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. કે.એસ. ગોહેલ, પી.એ.(ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, ડેપ્યુટી એન્જી. ગૌતમ દવે તથા એજન્સીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

ગિરીશ ભરડવા (રાજકોટ)

Admin

Admin

9909969099
Right Click Disabled!