પડધરીના તરઘડી ગામે સરકારી ખરાબાની જમીન ઉપરનું ગેરકાયદે દબાણ હટાવાયું

પડધરીના તરઘડી ગામે સરકારી ખરાબાની જમીન ઉપરનું ગેરકાયદે દબાણ હટાવાયું
Spread the love

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામે સરકારી ખરાબાની ગામતળ નજીક અંદાજે ૧૦૦૦ ચોરસ મીટર જમીન ઉપર ગામના કેટલાક ઈસમો દ્વારા કાચું-પાકું દબાણ કરવામાં આવ્યું હતું. જમીન મહેસુલ અધિનિયમ અંતર્ગત ઈસમોને ગેરકાયદે દબાણ દૂર કરવા નોટીસ પાઠવવામાં આવી હતી. છતાં પણ આ જમીન ઉપરનું દબાણ હટાવવામાં આવ્યું નહોતું. આથી, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન પ્રમાણે નાયબ કલેકટરશ્રીની સૂચના મુજબ પડધરી તાલુકા મામલતદારના નેજા હેઠળ સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીની ઉપસ્થિતિમાં આ જમીન ઉપરનું દબાણ હટાવવાની કામગીરી કરીને જમીનને ખૂલ્લી કરાવવામાં આવી હતી, તેમ મામલતદારની યાદીમાં જણાવાયું છે.

ગિરીશ ભરડવા (રાજકોટ)

Admin

Admin

9909969099
Right Click Disabled!