સરકારી વાહન ચાલકોને માર્ગ સલામતીના નિયમો અને સલામત ડ્રાઇવીંગની તાલીમ

રાજકોટ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે સંકલન બેઠક અન્વયે ઉપસ્થિત અધિકારીઓના વાહન ચાલકો માટે માર્ગ સલામતી અને સલામત ડ્રાઇવીંગની તાલીમ આપવામાં આવી હતી. આર.ટી.ઓ. વિભાગ દ્વારા આયોજિત આ ટ્રેનિંગમાં ૪૨ જેટલા વિવિધ વિભાગના વાહન ચાલકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
આર.ટી.ઓ. કે એમ. ખપેડ તથા રૉડ સેફ્ટી ઓથોરિટીના નિવૃત્ત સી.ઈ.ઓ. જે.વી. શાહે તાલીમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાસ કરીને સરકારી અધિકારીઓને સતત આવાગમન થતું હોઈ તેઓની સલામતી અર્થે વાહન ચાલકો માટે આ તાલીમ ખાસ જરૂરી હોવાથી આ પ્રકારનું નવતર આયોજન કરાયું હતું.
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તેઓને ટ્રાફિક નિયમ, વાહન ટેક્નોલોજી, સીટ બેલ્ટની આવશ્યકતા, સ્પીડ લિમિટ સહિતની બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વાહન ચાલકોએ રોડ અકસ્માત નિવારણ માટે ગતિ મર્યાદા, રોડ સેફટીના નિયમનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી હોવાનું આર.ટી.ઓ. દ્વારા ખાસ સૂચન કરાયું હતું.
ગિરીશ ભરડવા (રાજકોટ)