‘ગૌ ટેક – 2023’ અંગે પ. પૂ.શેરનાથ બાપુના આશિર્વાદ પ્રાપ્ત થયા

‘ગૌ ટેક – 2023’ અંગે પ. પૂ.શેરનાથ બાપુના આશિર્વાદ પ્રાપ્ત થયા
રાજકોટ ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘ગૌ ટેક – 2023’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. આ આયોજન 24મી મે થી 28મી મે દરમિયાન રેસકોર્સ, રાજકોટ, ગુજરાત ખાતે કરવામાં આવશે. અહી સૌ એક પરિસરમાં એકસાથે આમંત્રિત કરવામાં આવશે.
‘ગૌ ટેક – 2023’ ની વિસ્તૃત માહિતી આપવા માટે ભારત સરકાના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભારત સરકાના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી, શ્રીજી ગૌશાળા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં રમેશભાઈ ઠક્કરની પ. પૂ.શેરનાથ બાપુની શ્રી ગૌરક્ષનાથ આશ્રમ,ભવનાથ તળેટી, જુનાગઢ ખાતે મુલાકાત કરવામાં આવી હતી. તેમના દ્વારા આશીર્વાદ યુક્ત અભિવાદન મળ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300