પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમને મળ્યું પોતાનું ઘર : લાભાર્થી ભાવનાબેન

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમને મળ્યું પોતાનું ઘર : લાભાર્થી ભાવનાબેન
Spread the love

સાબરકાંઠા જિલ્લાના હિંતનગરના સવગઢ ગામના રહેવાસી ભાવનાબેન મુકેશભાઈ વાઘેલાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘર મળ્યુંદરેક નાગરિકને પાયાની સગવડો મળે જેવી કે રોટી કપડાં ઓર મકાન’. પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે આ સગવડો આપનાર યોજના. જ્યાં ગરીબ વ્યક્તિનું પોતાનું ઘર હોય જ્યાં સહકુટુંબ ખુશીથી રહી શકે અને સાંજ સવાર પરિવાર સાથે શાંતિથી વાળું પાણી કરી શકે એવું ઘર આશીર્વાદ સમાન કહેવાય.

આર્થિક  સમસ્યાઓના કારણે ઘણા પરિવારો ઘર વિહોણા હોય છે. ગરીબ પરીવારો પોતાનું ઘર બનાવવુંએ મુશ્કેલ છે. મજુરી કરી રોજી રોટી રળી ખાતા હોય તેવા લોકો માટે મકાન બનાવવું એ લોઢના ચણાં ચાવવા જેવું હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના માનવીના જીવનમાં પ્રકાશરૂપ બની ઘરના ઘરનું સપનું પુરુ કરે છે. એ સામાન્ય અને ગરીબ લોકો માટે ઘરનું ઘર બને છે.

ભાવનાબેન આવાસ યોજનામાં પોતના ઘરનું ઘર પ્રાપ્ત કર્યાંની ખુશી જણાવતા કહે છે કે, આ દુનિયામાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કેપોતાનું એક ઘર હોય. પોતે ખુશ છે અને પરિવાર સાથે ઘરમાં રહીને આનંદથી જીવનની પળો વીતાવી શકે છે. અનેક જરૂરીયાતમંદ પરિવારોને માનસન્માન સાથે પોતાના ઘરનું ઘર મળ્યું છે જેના દ્વારા તેઓ ચિંતા મુક્ત પોતાનું જીવન વીતાવી રહ્યા છે. મજુરી કરી પરીવાર સાથે સુખમય જિદંગી જીવે છે.

આ આવાસ યોજના માટે ભાવનાબેન સરકારશ્રી નો હૃદયપુર્વક આભાર માને છે. ઉલ્લેખનીય છે કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ૧૨ મે ૨૦૨૩ના રોજ ગાંધીનગરથી સમગ્ર રાજયમાં નવનિર્મિત આવાસોમાં ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૧૭૨ ગામના ૩૫૩ લાભાર્થીઓને પોતાનું સ્થાઈ સરનામું મળ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!