મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની બેઠક યોજાઈ

મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની બેઠક યોજાઈ
Spread the love
  • ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીની તેમજ ખેતીવાડી, બાગાયત અને આત્માની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી

મહેમદાવાદ તાલુકાના રીદણ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી તેમજ ખેતીવાડી, બાગાયત અને આત્માની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં બાગાયત નિયામક, ગાંધીનગર શ્રી જતીન પટેલ; મદદનીશ બાગાયત નિયામક ખેડા, શ્રી જેમીન પટેલ; તાલુકા બાગાયત અધિકારી શ્રી તનવીર અહેમદ તથા વિસ્તરણ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી તથા આત્માના સ્ટાફ દ્વારા ખેડૂત મિત્રોને સરકારશ્રીની વિવિધ સહાયલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી.

સંયુકત બાગાયત નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા મહેમદાવાદ તાલુકાના જાળિયા ગામમાં મધમાખીના પ્રગતિશીલ ખેડૂત અર્જુનભાઈની મુલાકાત લઈ તેમને મધમાખીના પાલનમાં વધુ આગળ વધવા માટે FPO બનાવવા તથા મધના પ્રોસેસીંગ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંયુક્ત બાગાયત નિયામકશ્રી, ગાંધીનગર તથા નાયબ બાગાયત નિયામક શ્રી, નડિયાદ ડૉ. સ્મિતા પિલ્લાઈ દ્વારા સરદાર ભવન, નડિયાદ ખાતે બાગાયતની કચેરીમાં હાલ ચાલી રહેલ મહિલા વૃતીકાના કેનીંગ ક્લાસની મુલાકાત લઇ તાલીમાર્થીને તાલીમના સર્ટીફીકેટ વિતરણ કર્યા અને ફળ-શાકભાજીની વિવિધ બનાવટો બનાવી વેચાણ કરવા માટે પ્રેરણા આપી હતી. નડિયાદ વર્ષોથી પાપડ-મઠીયાના ગૃહ ઉદ્યોગ માટે ગુજરાતમાં પ્રચિલત છે જ અને હવે ફળ-શાકભાજીની બનાવટો જેમ કે જામ, જેલી, સરબત બનાવી આગળ વધે તે માટે સંયુકત બાગાયત નિયામકશ્રીએ પ્રેરણા આપી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!