૧૯૭૨ થી અત્યાર સુધીમાં ૧૩૨ મી વાર રકતદાન કરતા ડો વલ્લભભાઈ કથીરિયા

૧૯૭૨ થી અત્યાર સુધીમાં ૧૩૨ મી વાર રકતદાન કરતા ડો વલ્લભભાઈ કથીરિયા
૧૪ જુન, ૨કતદાતા દિવસ રકતદાતા જાગૃતિ દિન, રકતદાતાને પ્રોત્સાહિત કરવાનો દિન
રાજકોટ ૧૪ જુન, ૨કતદાતા દિવસ રકતદાતા જાગૃતિ દિન, રકતદાતાને પ્રોત્સાહિત કરવાનો દિન
૧૯૭૨નો સપ્ટેમ્બર મહિનો. અમદાવાદની એમ.જી. સાયન્સ ઈન્સ્ટીટયુટના ગ્રાઉન્ડમાં એન.સી.સી.ના કેડેટસ માટે રકતદાન કેમ્પ. નવાનવા કોલેજીયન તરીકે પ્રી સાયન્સમાં એડમીશન મેળવ્યા બાદ કૂતૂહલતા પૂર્વક અમે બે—ચાર મિત્રો કેમ્પ તરફ ગયા. જોયું તો એન.સી.સી.ના કેડેટ ઉપરાંત અન્ય કોલેજીયન યુવાન-યુવતીઓ અને કર્મચારીઓ રકતદાન કરી રહયા હતાં. રસપૂર્વક રકતદાનની વિધિ પ્રથમવાર જોઈ. રકતદાન બાદ ઉભા થઈને જાણે કશું જ થયું નથી. તેમ ઉભા થઈને ચાલતા થતા રકતદાતાઓને ચા અને કોફી પીવાનો આગ્રહ કરતા સ્વયં સેવકોને જોયા. રકતદાનની જાગૃતિ અંગેની પત્રિકા વાંચી તેમાં ફાધર વાલેસના રકતદાન વિશેના વાકયો વાંચ્યા, ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલા સૌ વગર પૈસે પુણ્ય કમાવાની અપેક્ષા તો રાખતા જ હોય છે. સાયન્સના વિદ્યાર્થી હોવાના નાતે રકત, રકતકણો, બ્લડગ્રુપ અને રકત અંગેની અન્ય જાણકારી તો હતી જ. આજે વિશેષ જાણકારી મળી. કશુંય નુકશાન તો નથી જ. ઉલ્ટાનું ‘રકત’ કોઈ વ્યકિતનું જીવન બચાવી શકે છે એ વાત બરાબર દિલ—દિમાગમાં ઉતરી ગઈ. બસ, કશુંય વધારે વિચાર્યા વગર હું પણ રકતદાન કરવા સૂઈ ગયો. આ હતું મારૂ પ્રથમ રકતદાન આનંદ સાથે પરોપકાર કર્યાનો અને પુણ્ય કમાયાનો આનંદ હતો. ત્યારની ઘડી અને આજ દિન સુધી મારી આ રકતદાનની યાત્રા ચાલુ જ છે…એટલું જ નહી સેંકડો કેમ્પોમાં ડોકટર તરીકે રકતદાન લેવા જવાનો અને એક સામાજિક કાર્યકર તરીકે રકતદાન કેમ્પ યોજવાનો ઉપરાંત હજારો યુવાન યુવતીઓને આ સેવા યજ્ઞમાં જોડવાનું પુણ્ય સાંપડયું છે, જેને હું મારું સદભાગ્ય સમજું છું.
૧૧ મું રકતદાન, માન. ગર્વનરશ્રીના હસ્તે અવોર્ડ
પ્રથમવાર રકતદાન કર્યા બાદ અવારનવાર કયાંક આયોજીત કેમ્પમાં કે કોલેજમાં કે રેડીયો (ત્યારે હજુ ટી.વી. આવ્યા ન હતા) પર રકતદાનની જાહેરાત સાંભળી રકતદાન કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો. મેડીકલમાં એડમીશન મળ્યા બાદ સિવિલ હોસ્પિટલની રેડક્રોસ બ્લડ બેંકમાં રકતદાન કરવા જવાનું થતું. જયારે રકતદાનનો મારો આંકડો ૧૧ (અગીયાર)નો થયો ત્યારે તે સમયના ગવર્નર શ્રીમતી શારદા મુખર્જીના વરદ હસ્તે શીલ્ડ મળ્યો. તે સમયે તો આવા શિલ્ડનું મહત્વ અનેરૂ જ હોયને ? મનોમન ખુબજ આનંદ અને હર્ષોલ્લાસ અનુભવ્યો. સેકન્ડ એમ.બી.બી.એસ. માં કલીનીકલ ટર્મ દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં સર્જરીની ટર્મ, દેશની પ્રથમ લોકસભાના સ્પીકર શ્રી ગણેશ વાસુદેવ માવલંકરના સુપુત્ર અને સર્જન ડો. વિષ્ણુ ગણેશ માવલંકરના યુનીટમાં આવી, ડો.વી.જી. માવલંકર સેવાભાવી સંવેદનશીલ સર્જન હોવા ઉપરાંત ગુજરાત રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અને ગુજરાતના બ્લડ બેંક અને રકતદાન પ્રવૃતિના પ્રણેતા રકતદાનના પ્રખર હિમાયતી એવા ડો. માવલંકર તેમના યુનીટમાં આવતો દરેક મેડીકલનો વિદ્યાર્થી ૨કતદાતા હોવો જોઈએ એવા આગ્રહી પણ અને એટલે જ ટર્મની શરૂઆતના પ્રથમ દિવસે પરિચય સમયે રકતદાન વિષે દરેક વિદ્યાર્થીઓને કેટલી વાર ૨કતદાન કર્યું છે તે અવશ્ય પુછે, હું પણ મારા વારાની રાહ જોઈ રહયો હતો. મનોમન ખુશ પણ હતો, ધારણા મુજબ જેવો મારો વારો આવ્યો એટલે ડો. માવલંકરે પુછ્યું કે રકતદાન કર્યું છે ? મે જરા રૂઆબભેર જવાબ આપ્યો “૧૧ વખત, સર” સામે પ્રતિસાદ મળ્યો…’તેમાં શું કઈ જખ મારી નાખ્યો” તે સમયે ડો. માલવંકર પોતાની ૫૦ વર્ષની આયુષ્યમાં ૬૫ વાર રકતદાન કરી ચુકયા હતા, આ જાણતા જ મારા અહમનો પારો એકદમ તળીયે, મારા અભિમાનના ચૂરે ચુરા ડો. માવલંકરે માથે હાથ ફેરવી આશીષ આપતા કહયું કે સૌરાષ્ટ્રનો છો ને.૧૦૦ વાર સુધી ૨કતદાનનો આંકડો વટાવજે, મારી શુભેચ્છા છે બસ, ત્યારથી મનોમન નિર્ણય કર્યો કે હવેથી નિયમિત રકતદાતા બની, વર્ષમાં ચાર વાર રકતદાન કરી આ જીવનમાં ૧૦૦ વાર રકતદાનનો આંકડો વટાવી રેકોર્ડ સ્થાપવો. અત્યાર સુધીમાં ૧૩૨ વાર રકતદાન
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300