ગીગગંગા ટ્રસ્ટ દ્વ્રારા બનાવાયેલ પડધરીના રોજીયા ગામ ખાતે ‘ઉર્જા તળાવ’ની અર્પણ વિધી કરાઈ

ગીગગંગા ટ્રસ્ટ દ્વ્રારા બનાવાયેલ પડધરીના રોજીયા ગામ ખાતે ‘ઉર્જા તળાવ’ની અર્પણ વિધી કરાઈ.
રાજકોટ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ રીપેરીંગ તેમજ નાનામોટા ડેમો બનાવીને પાણીને બચાવવાનું ભગીથર કાર્ય થઈ રહયું તે અંતર્ગત પડધરી તાલુકાના રોજીયા ગામ ખાતે ‘ઉર્જા તળાવ’ બનાવવાનું કામ પૂર્ણ થયેલ હોય ત્યારે રાજકોટમાં પી.જી.વી.સી.એલ.માં એજયુકેટીવ એન્જીનીયર તરીકે ફરજમાંથી નિવૃતી પામેલ ગોપાલભાઈ બાલધા તથા વિભાણીયા રોજીયાના સમસ્ત ગ્રામજનોના સહકાર અને લોક ભાગીદારીથી ગામ, રોજીયા, તા. પડધરી ખાતે “ઉર્જા તળાવ’ નું પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા તથા કામધેનુ ગૌશાળા,આણંદપરનાં રાધાનંદ ભારતી માતાજીના હસ્તે અર્પણ કરાયો હતો.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવા માટે ચેકડેમો રીપેર, ઉડા–ઉંચા કરવાનું અને નવા બનાવવાનું ૧૦૦% લોકભાગીદારીથી અભિયાન ચાલી રહયું છે તે અંતર્ગત પડધરી તાલુકાના રોજીયા ગામે મુળ કાલાવડ તાલુકાના ખીજડીયા ગામના અને હાલ રાજકોટમાં પી.જી.વી.સી.એલ.માં એજયુકેટીવ એન્જીનીયર તરીકે ફરજમાંથી નિવૃતી લેનાર ગોપાલભાઈ હિરજીભાઈ બાલધાના મિત્ર વર્તુળ તરફથી ભેટ સ્વરૂપે આર્થિક સહયોગથી અને ૧૦૦% લોકભાગીદારીથી જે લોક હિતાર્થ છે તથા રોજીયા–વિભાણીયાની ઉંડ નદી પર સમસ્ત ગ્રામજનોના સહકારથી ૩૫૦ ફૂટ લાંબો, અને ૧૮ ફૂટ ઉંચો, આર.સી.સી. વિશાળ “ઉર્જાતળાવ’ બનાવવાનું કાર્ય ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરેલ છે.
સાથમાં જ ગોપાલભાઈ બાલધા તથા તેમના ધર્મ પત્ની શોભનાબેન તથા અન્ય બહેનો દ્વારા ૧૦૦૦ વૃક્ષોનું ૩–અલગ અલગ પ્રાકૃતિક ઉર્જા વનમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા ઔષધીઓના રોપાઓનું વાવેતર કરાયું હતું. ગીરગંગા પરીવારે પાકૃતિક ઉર્જાવનમાં રક્ષણ કરવાની જવાબદારી લીધેલ હતી. ગોપાલભાઈ બાલધા વર્ષોથી દેશસેવા, આર.એસ.એસ., ભારતીય વિકાસ પરીષદ, જી.ઈ.બી. એન્જીનીયર એસોસીએશનના સંગઠન મંત્રી તેમજ રાજકોટમાં બાલધા પરીવારના પ્રમુખ પદ પર રહીને સમાજ સેવા કરી રહયાં છે.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ જણાવેલ કે વરસાદી પાણી એ દેશની નહી પણ પુરા વિશ્વનસ કરોડરજજુ છે, કામધેનુ ગૌશાળા, આંણદપરના રાધાનંદ ભારતી માતાજીએ જણાવેલ કે દુનીયામાં કયાંય પણ પાણી બનાવવાની ફેકટરી નથી તેને બચાવવું જ પડશે, શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠકકર જણાવેલ કે પાણી સંપૂર્ણ પ્રકૃતિ સાથે પ્રાણ બચાવી શકાય છે, વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી), જમનભાઈ ડેકોરા ગ્રુપ, વિરાભાઈ હુબંલ (મુરલીધર ફાર્મ), વિનોદભાઈ (ભારત વિકાસ પરીષદ), ભાનુભાઈ (આર.એસ.એસ) જણાવેલ કે વરસાદી પાણી જે આપના જીવનનું સૌથી ઉતમમાં ઉતમ કાર્ય હોય તો તે વરસાદી પાણી બચાવવું જોઈએ દેણું કરીને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. નાનજીભાઈ ચોવટીયા, પ્રકાશભાઈ કનેરીયા, વિઠ્ઠલભાઈ સખીયા, પ્રકાશભાઈ કનેરીયા ઉપસ્થિત રહયાં હતાં.
ઉપરોકત કાર્યક્રમને જયોતી સી.એન.સી., ભુરાભાઈ પરસાણા (પ્રશાંત ગ્રુપ), ઉદય પારેખ, નોવા ટેકનોકાસ્ટ, ઓરબીટ બેરીંગ, ગોલ્ડકોઈન ઈન્ડસ્ટ્રીઝ, કેઈજન ફેરોકાસ્ટ, રાજુ એન્જિનિયર્સ, કેટેકસ નોનવુવેન્સ પ્રા.લી., પંચનાથ ઓટો, માઈક્રોમેલ્ટ, પ્રગતિ એકસ્ટ્શન, ગોદાવરી પાઈપ, ગુજરાત એલોઈ, ગુજરાત પ્રિસીઝન કાસ્ટ, ક્રિષ્ના ફોર્જ, એરો ટેકનોકાસ્ટ, હાઈ–મેક કાસ્ટિંગ, સાઈનીંગ એન્જિનિયર્સ, ઓમનીટેક એન્જિનિયરીંગ, માર્શલ ટેકનોપ્લાસ્ટ, તિરૂપતિ સી.એન.સી. ની શુભેચ્છાઓ મળી હતી.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમની ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારના સમયમાં ફકત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્રમાં ૫૦ હજારથી વધુ ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા રીપેર કરવામાં આવે છે.
ગીરગંગા ટ્રસ્ટનું દિલીપભાઈ સખીયા (પ્રમુખ) તથા પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠકકર, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુતપભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શીંગાળા, ભરતભાઈ, માધુભાઈ પાંભર, મહેન્દ્રભાઈ કાલરીયા, રતીભાઈ ઠુંમર સહિતનાઓની ટીમ સુંદર સંચાલન કરી રહયાં છે. વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮૬ ૮ તથા દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300