લાઠી તાલુકાના આરોગ્ય વિભાગમાં રસીકરણ માટે વિશેષ તાલીમનું આયોજન

અમરેલીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો આર એમ જોશી અને ઇન્ચાર્જ આર.સી.એચ.ઓ. ડો એ. કે. સિંગની સૂચનાથી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમની રાષ્ટ્રિય માપદંડો મુજબ કામગીરી અને તે દરમિયાન જોવા મળતી આડઅસરોની વિશેષ માહિતી માટે અમરેલી અને લાઠી તાલુકા માં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરેલ છે. જે અંતર્ગત લાઠી તાલુકાની તમામ આરોગ્ય સંસ્થાઓના તબીબી અધિકારીઓ અને પેરા મેડિકલ સ્ટાફની તાલીમનું આયોજન અમરેલી ખાતે કરવા માં આવેલ હતી.
જેમાં ક્વોલિટી એસ્યોરન્સના ચીફ મેડિકલ ઓફિસર ડો. આર. કે. જાટ એ તમામ ને નેશનલ ગાઇડલાઈન મુજબ આધુનિક રસીકરણ કાર્યક્રમનું અમલીકરણ તેમજ તેમાં થતી આડઅસરો ની સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડો. નરેશ ધડુક અને ડો વ્યાસ દ્વારા આડઅસરોનું વર્ગીકરણ અને પ્રાથમિકતા અંગે ઉપયોગી તાલીમ અપાઈ હતી એમ ડો આર. આર. મકવાણા એ અખબારી યાદીમાં જણાવેલ હતું.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા