ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા રજૂઆત

ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા રજૂઆત
Spread the love

રાજકોટ એનીમલ હેલ્પલાઈન દ્વારા અષાઢી બીજે તા. ૨૦, જુન, મંગળવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.૦૩ જુલાઈ, સોમવારનાં રોજ કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. અષાઢી બીજ આનંદ અને ભારે શ્રધ્ધા સાથે ધામધૂમે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. કચ્છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે. કચ્છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધુમથી ઉજવતા હોય છે તથા ગુરૂપૂર્ણીમાં તા.૦૩ જુલાઈ, સોમવારે, ગુરૂપૂર્ણિમાનાં પાવન દિવસે કતલખાનાં, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે.

ગુરૂપૂર્ણિમાનાં પાવન દિવસ સમગ્ર ભારતભૂમિ પર બધા જ ધર્મનાં લોકોની જુદી જુદી રીતે ઉજવાતો હોય છે. આ બધાયમાં એક સમાન વસ્તુ કહી શકાય તે એવી તે બધા એક સાથે માને છે અને પૂજે છે તે છે ગુરૂ કોઈપણ હોય શકે સંત, મહાત્મા કે કોઈના ફાધર કે કોઈ એક સાધારણ શાખા કે કોલેજમાં ભણાવતા કોઈપણ ગુરૂ જ હોય છે શાળા એક એવી પહેલી જગ્યા છે જયાં એક બાળક તેમના જીવનમાં પહેલી વખત ગુરૂના સંપર્કમાં આવે છે, અને ગુરૂ તેમને તેમનાં જીવનનો પવિત્ર ઉપદેશ આપે છે.

ઉપરોકત બન્ને દિવસોની પવિત્રતા અને સમસ્ત જન પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી ના દુભાય તે માટે જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયના એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા ગુજરાત સરકારને વિનંતી કરાઈ છે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

WhatsApp-Image-2023-06-17-at-8.42.31-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!