કોમર્સ કોલેજ અમરેલીમાં યોગ સપ્તાહ-2023ના ભાગરૂપે સૂર્ય નમસ્કાર દિવસ”ની ઉજવણી

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં તા.૨૧ જૂનના રોજ ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ” યોગ સપ્તાહ – ૨૦૨૩ ” ના ભાગ રૂપે આજ રોજ ” સૂર્ય નમસ્કાર દિવસ ” ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી ભાઈ – બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તલાવીયાએ કર્યું હતું. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે વિદ્યાર્થીઓને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને યોગને દૈનિક જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતુ. આ તકે કોલેજના શૈક્ષણિક – બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ કોલેજના આઈ.ક્યુ.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા