સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ

- આપણા અંતઃકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું યોગ એક માધ્યમ છે : સાંસદ દિપસિંહ રાઠોડ
સાબરકાંઠા જિલ્લાના સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસ-2023 નિમિત્તે સાંસદ યોગ સ્પર્ધામાં યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ જણાવ્યું હતું કે, આપણા અંતઃકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે.
વિશ્વ યોગ દિવસ એટલે સમગ્ર વિશ્વ દ્રારા ભારતીય સંસ્કૃતિના સ્વીકાર દિવસ. કોરોના સમયમાં આપણે સૌએ યોગના મહત્વ સમજીને સ્વીકાર્યું છે. યોગ થકી અનેક રોગોથી આપણે દૂર રહીએ છીએ. યોગ શરીર અને મનને મજબૂત બનાવે છે.આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યોગને પોતાના જીવન મંત્ર બનાવી દરરોજ યોગ કરે છે. આપણે પણ યોગને જીવનનો હિસ્સો બનાવવો જોઇએ. હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલાએ આ પ્રસંગે જણાવ્યું કે, યોગ થકી આપણા પૂર્વજો લાંબુ અને નિરોગી જીવન જીવતા હતા.
યોગ ભગાડે રોગ – આ વાક્ય આપણે કોરોનાના કપરા સમયમાં જોયું અને અનુભવ્યું છે. આજના તનાવપૂર્ણ જીવનમાં યોગ થકી આપણે તણાવથી દૂર રહી આપણા જીવનને નીરોગી અને સ્વસ્થ રાખી શકીએ છીએ. આ પ્રસંગે કલેક્ટર નૈમેષ દવે, નગરપાલિકા પ્રમુખ યતીનાબેન મોદી, મહિલા અગ્રણી કુમારી કૌશલ્યા કુવરબા, રમતગમત અધિકારી ત્રિવેણી સવૈયા તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને રમતવીરો સાબર સ્પોર્ટ સ્ટેડિયમ ના સ્ટાફે ઉપસ્થિત રહી યોગનો લાવ્હો લીધો હતો.
રિપોર્ટ : ધીરુભાઈ (ખેડબ્રહ્મા)