કલાતીર્થ ટ્રસ્ટ અને કલા પ્રતિષ્ઠા અધ્યક્ષ રમણિકભાઈ જાપડીયાની કલા સંવર્ધક તરીકે પસંદગી

સુરત : દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થતા ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત ૨૪ – સુરત લોકસભા સંસદીય વિસ્તાર ૧૬૬- કતારગામ વિધાનસભા સ્થિત સમગ્ર સુરત શહેરમાંથી કલા સંવર્ધક તરીકે રમણિકભાઈ જાપડીયાની પસંદગી કરવામાં આવી હતી. આ અવસરે ભારત સરકારના માનનીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ શહેરી વિકાસ મંત્રીશ્રી વિનુભાઈ મોરડીયા અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્ય શ્રી દક્ષેશભાઈ માવાણી સાથે બોર્ડના કોર્પોરેટશ્રીઓ, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તથા શિક્ષણ સમિતિના સભ્યો અને વિધાનસભા ઇન્ચાર્જ હાજર રહીને કલાતીર્થ ટ્રસ્ટ અને કલા પ્રતિષ્ઠાની અધ્યક્ષ તરીકેની કામગીરીની સરાહના કરીને અભિનંદન પાઠવ્યા હતા. અને કલાક્ષેત્રના વિકાસ અંગેના સૂચનો મેળવ્યા હતા.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા