સ્વ. ગોરધનભાઇ રિઝિયાની દ્વિતિય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ

સ્વ. ગોરધનભાઇ રિઝિયાની દ્વિતિય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ
Spread the love
  • 473 બોટલ લોહી એકત્ર કરી ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

સુરત કતારગામ વાલાવાડી ખાતે રીઝિયા જેમ્સ નો સિતારો સ્વ.ગોરધનભાઈ પોપટભાઈ રિઝિયા કરુણા જેના હ્રદયમાં હતી અને કર્મ જેનો સિદ્ધાંત હતો , પરિવાર એમનું મંદિર હતું કોઈના દુઃખમાં દુઃખી ને કોઈના સુખમાં સુખી એવો એમનો જીવન મંત્ર હતો. નિઃસ્વાર્થ ભાવે સમાજને કંઇક આપવાનો એમનો ગુણ હતો. એવા સ્વ.ગોરધનભાઈ સહુ કોઈના દિલમાં પોતાનું સ્થાન સ્થાપિત કરીને આ દુનિયાને અલવિદા કરી ગયા પણ માનવતાનો એવો વારસો મૂકતા ગયા કે આજે પણ એનો પરિવાર એમના ચિલે ચાલીને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ સ્વ.ગોરધનભાઈના સંભારણામાં કરવાનું ચૂકતા નથી.

સ્વ.ગોરધનભાઈનુ સપનુ હતું માં બાપ વિહોણી દીકરીઓને પરણાવવાની એ સ્વ.ગોરધનભાઇને સપનાને એમના વડીલ બંધુ વલ્લભભાઈ તથા રીઝીયા પરિવારના દરેક સભ્યો તેમજ સ્વ. ગોરધનભાઈના દીકરાઓ સાથે મળીને લગ્ન સમારોહનું આયોજન કરેલું. જેમાં 52 દીકરીઓને પરણાવી ને સ્વ. ગોરધનભાઈ નુ સપનું પૂરું કરી ભાવાંજલિ અર્પણ કરેલી અને આજે એમની દ્વિતિય પૂર્ણ તિથિ નિમિત્તે 473 બોટલ લોહી એકત્ર કરી ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા રિઝીયા પરિવાર તથા સ્ટાફ અને સગા વ્હાલા સહુ મિત્રો મળી એક ઉમદા વિચાર સાથે રકતદાન કર્યું હતું.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20230617_205606.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!