મતીરાળા આરોગ્ય કેન્દ્ર માં મેલેરિયા વિરોધી કામગીરીનું આયોજન

મતીરાળા આરોગ્ય કેન્દ્ર માં મેલેરિયા વિરોધી કામગીરીનું આયોજન
Spread the love

લાઠીના તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા ની સૂચના થી મેડિકલ ઓફિસર ડો સાગર પરવડિયા ના માર્ગદર્શન હેઠળ મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના તમામ ગામો માં બે તબક્કા માં મેલેરિયા વિરોધી કામગીરીનું આયોજન કરવા માં આવેલ છે. જેમાં મતીરાળા આરોગ્ય કેન્દ્ર ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા તમામ ગામો માં ઘરે ઘરે જઈ સર્વેલન્સ કરી શંકાસ્પદ મેલેરિયા કેસોની લોહીની તપાસ કરી સારવાર આપવામા આવી હતી. ઉપરાંત, પાણી ભરવાના પાત્રોની ચકાસણી કરી પોરા નાશક કામગીરી કરેલ હતી.

તમામ શાળાઓમાં જઈ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અને તેનો ફેલાવો અટકાવવા લેવાતા પગલાંઓની જાણકારી આપી, ગપ્પી માછલી દ્વારા થતી પોરભક્ષક કામગીરીનું જીવંત નિદર્શન કરી આરોગ્ય શિક્ષણ આપેલ હતું. ઉપરાંત, ગ્રામજનોને પોતાના બંધિયાર રહેતા પાણીના સ્ત્રોતોમાં નાખવા માટે મતિરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે થી જીવંત ગપ્પી માછલીઓ આપવા આવેલ હતી. સુપરવાઇઝર બાલમુકુંદ જાવિયા, જયેશ રાજ્યગુરુ, ધર્મેશ વાળા અને કોકિલા રાઠોડ દ્વારા તમામ ગામો ની મુલાકાત લઈ થયેલ કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20230620-WA0015.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!