અહમદાબાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ

અહમદાબાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ
Spread the love

અહમદાબાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા ધો. ૧૦/ધો. ૧૨ તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન શ્રી નરોત્તમ ઝવેરી હોલ, પાલડી, અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું. સમાજના યુવાન આગેવાનો ખાસ કરીને પેરામેડીકલ ક્ષેત્રે કાર્યરત સરફરાજ કાલુભાઈ શેખે પોતાની આગવી સુઝથી સમાજના સક્ષમ અને માતબર અન્ય મોભીઓ સાકીરભાઈ હસનભાઈ શેખ, એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજના પ્રોફેસર મઝહરભાઈ શેખ, આરીફભાઈ, બાસીતભાઈ, ફઝલભાઈ, રિયાઝભાઈ, યુનુસભાઈ પરદેશી, અનવરભાઈ, ફૈઝાનભાઈ, મોઈનભાઈ, આસીફભાઈ, નાસરભાઈ, મુખત્યારભાઈ, જાવીદભાઈ, ઈમ્તીયાઝભાઈ, ઈરફાન, મોહસીન, આદીલભાઈ, આબીદભાઈ, શબ્બીરભાઈ, ઈસ્માઈલભાઈ, રાજુભાઈને સાથે લઈ મજબૂત સંગઠન ઉભું કરી લગભગ દોઢ વર્ષના સમયગાળામાં શૂન્યથી નવસર્જનની શરુઆત કરી ફિનિક્સ પક્ષીની જેમ સમાજને ઉભું કરવાની તનતોડ મહેનત કરતાં ૨૭ વર્ષ પછી પ્રથમ વખત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને રિયાઝભાઈ શફીભાઈ શેખ (કેપીટલ વાલા) એ સ્પોન્સર કર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે સુશ્રી આશિયાના એસ. – ડેપ્યુટી મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજીસ્ટ્‌્રેટ એ હાજર રહી સમાજના બાળકોને મોટીવેશન પૂરું પાડયુ હતું. સમાજ દ્વારા તેજસ્વી ાારલાઓને મેડલ, ટ્‌્‌્રોફી અને ગિફટનું વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં સમાજ કેવી રીતે અગ્રેસર રહી પ્રગતિપંથ પર આગળ વધી શકે એમ છે તે અંગે યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

સમાજની આવનારી પેઢી માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને વ્યવસાયિક રીતે સક્ષમ પ્લેટફોર્મ પુરું પાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજના એડમીશનથી લઈ તેમના ઉજ્જવળ ભવિષ્ય – કેરીયર માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવું, જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવી, સમાજના તમામ કુટુંબોને એક સાથે લઈને ચાલવા, બક્ષીપંચ માટે જરુરી કાર્યવાહી કરી સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવા, સમાજના પરણવાલાયક મુરતિયાઓ માટે ગેટ ટુ ગેધરનું આયોજન, ફ્રી અથવા તદ્‌ન નજીવી દરે મેડીકલ સેવાઓ મળી રહે તે માટેનું આયોજન તેમજ સમાજના લોકોને આર્થિક રીતે સક્ષમ કરવા વગેરે મુદ્દાઓ પરત્વે મંથન કરવામાં આવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!