નડિયાદ : “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી
કાનૂની સેવા સત્તા જિલ્લામંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદ દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી
મે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. અતુલ આઈ. રાવલની અધ્યક્ષતામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ખેડા-નડિયાદના ફુલ ટાઈમ સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) શ્રી.ડી બી. જોષી દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી અંતર્ગત નડિયાદ સ્થિત જિલ્લા ન્યાયાલય તથા “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ “સામુહિક યોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સંસ્થાના યોગ ઇન્સ્ટ્રકટર શ્રી સંજય શાહ તથા શ્રીમતી યોગીબેન બારોટ દ્વારા વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને યોગ વિશે માહિતી અને સમજ સાથે વિસ્તૃત તાલીમ આપી હતી. ત્યાર બાદ નડિયાદ સ્થિત “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ ખાતે રહેતા સિનિયર સીટીઝન વડીલોની મુલાકાત લઈને વડીલોને અનુકુળ હોય તેવા સરળ યોગ વિશે માહિતી અને સમજ આપી અને સાથે અનિવાર્ય સંજોગોમાં કોઈપણ સિનિયર સીટીઝનને કાનૂની સહાયની જરૂર હોય તો તેવા સંજોગોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડિયાદ તથા સંલગ્ન તમામ તાલુકા કોર્ટોમાંથી મફત અને સક્ષમ કાનુની સહાય મળવાપાત્ર છે તેવી માહિતી આપી હતી.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદ દ્વારા કરવામાં આવેલ, જેમાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. અતુલ આઈ. રાવલ, તમામ ન્યાયાધીશશ્રીઓ, જિલ્લા સરકારી વકીલશ્રી ઉમેશ ઢગટ, સરકારી વકીલશ્રીઓ, નડિયાદ બાર એસોસિયેશનના પ્રમુખ અનિલ ગૌતમ, વકીલશ્રીઓ સહીત જિલ્લા ન્યાયાલય નડિયાદનાં કર્મચારીશ્રીઓ સહીત કુલ-૨૫૦ લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય, નડિયાદનાં સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) શ્રી. ડી બી. જોષી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300