દામનગર સિવિલ હોસ્પિટલ માં ફિજીયોથેરાપીસ્ટ તબીબ ની ગેરહાજરી

દામનગર સિવિલ હોસ્પિટલ માં ફિજીયોથેરાપીસ્ટ તબીબ ની ગેરહાજરી ની રાજ્ય ના આરોગ્ય મંત્રી ને પૂર્વ ધારાસભ્ય ઠુંમર ની ફરિયાદ બાદ આ. કમિશનર ને પત્ર
દામનગર શહેર ની સિવલ હોસ્પિટલ ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર માં સતત ગેર હાજર રહી પગાર મેળવતા ફિજીયોથેરાપીસ્ટ તબીબ ની સામે સ્થાનિકો ની લેખિત ફરિયાદ બાદ પૂર્વ ધારાસભ્ય ઠુંમરે રાજ્ય ના આરોગ્ય મંત્રી એ અંગે વિગતે ફરિયાદ કરતા આરોગ્ય મંત્રી એ કમિશ્નરશ્રી (આરોગ્ય), કમિશ્નરશ્રી આરોગ્યની કચેરી ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.પત્ર પાઠવ્યો દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ શ્રી ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટરમાં ગુલાટી બાજ ફિજીયોથેરાપીસ્ટની સતત ગેરહાજરી બાબતે ભાવનગર રિજિયોનલ ડેપ્યુટી ડાયરેકટ સહિત ને સ્થાનિકો ની ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી નહિ થતા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે ગત ૦૨/૦૫/૨૦૨૩ના પત્ર થી માન મંત્રીશ્રી (આ.પ.ક., ત.શિ., ઉ.તાં.શિ., કા.,ન્યા., વૈ.સં.)ને મળેલ રજુઆત થી રાજ્ય ના આરોગ્ય મંત્રી એ આ અંગે કમિશ્નર (આરોગ્ય), કમિશ્નરશ્રી આરોગ્યની કચેરી ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.પત્ર પાઠવી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી હવે જોવા નું એ રહ્યું કે દામનગર સિવિલ ને રાજ્ય સરકાર કાયમી ફિજીયોથેરાપીસ્ટ હાજર રહી શકે તેવા મુકશે કે કેમ ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300