ડીગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી. અમરેલી પોલીસ

આમ જનતાની આર્થિક રીતે મજબૂરી નબળાઈ નો લાભ લેતા લેભાગુ ડીગ્રી વગરના બોગસ ડોક્ટરને પકડી પાડતી એસ.ઓ.જી. અમરેલી પોલીસ
જાફરાબાદના કેરાળા ગામેથી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓજી. ટીમે ડીગ્રી વગરના બોગસ ડોક્ટરને રૂ/૨૨.૮૨૩ ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી અમરેલી એસ.ઓજી. ટીમે જાફરાબાદ તાલુકાના કેરાળા ગામેથી ગરબી ચોક વિસ્તારમાં માં ડીગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ ડોક્ટરને એસ.ઓજી. ટીમે બાતમીના આધારે કેરાળા ગામેથી પ્રેક્ટિસ કરતા ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડયો હતો આ ડોક્ટર પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હોવા છતાં લોકો ના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરી પોતાની પાસે કોઈ પણ જાતની એલોપેથીક સારવાર કરવામાટે ની ડીગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો હોય અને દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી પૈસા ની વસૂલાત કરતો હતો અને બોગસ ડિગ્રી ધરાવતો કહેવાતો ડોક્ટર ૨૪, મેડિકલ પ્રેક્ટિસ નરને લગતી ડીગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલ લાગતાં સાધન સામગ્રી વસ્તુઓ નંગ ૪૭, કુલ કિંમત રૂ/૨૨.૮૨૩ ના મુદ્દામાલ સાથે બોગસ ડોકટર સુમરા મહંમદ ને પકડી પાડયો હતો એસ.ઓજી. ટીમે આ કહેવાતા બોગસ ડોકટર સામે લાલ આંખ કરતા ફફડાટ ફેલાયો હતો ઉલ્લેખનીય એ છે કે. એલોપેથીક ડિગ્રી નહિ ધરાવતા ડોક્ટરો દ્વારા લાગતા વળગતા અધિકારીઓ ને વર્ષ દહાડે ખુશ કરીને મોટાપાયે એલોપેથીક પ્રેક્ટિસ કરવા માં આવતી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે.એક બાજુ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી ને જાહેર કરેલ છે. કે કોઈ પણ તાલુકા કે જિલ્લા માં ડીગ્રી વગર ના ડોક્ટરો કે એલોપેથીક ડીગ્રી ન ધરાવનાર ડોક્ટરો દ્વારા બાટલા ઇન્જેક્શનો ચઢાવવામાં આવતા હોય કે કોઈ પણ પ્રકારની એલોપેથીક પ્રેક્ટિસ કરવામાં આવતી તેવા ડોક્ટરો પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ગાઇડ લાઇન પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવે તાલુકા અને ગામડે ગામડે એલોપેથીક ની નહીં ડિગ્રી ધરાવનાર ડોક્ટરો તેમજ કોઈપણ નામચીન ડોક્ટરો ને ત્યાં પાર્ટટાઈમ નોકરી કરી ને અનુભવ મેળવી ને નોકરી ટાઈમ પછી અભણ અને ગરીબ દર્દીઓના ઘરે વિઝીટ કરીને મોટાપાયે લૂંટતા હોવાની લોકમુખે ચચૉઓ સાંભળવા મળેલી છે. હાલ જાફરાબાદ ના તાલુકા માંથી પકડાયેલ ડીગ્રી વગર ના ડોક્ટર ઉપર મેડિકલ ઓફિસર ડો. દક્ષાબેન મેવાડા તેઓ ફરિયાદી બની આરોપી સુમરા મહંમદ સુલેમાન ઉ. વ. ૪૫. સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માં પી.એસ.આઇ. એચ.જી.મારૂ તથા તેમનો સ્ટાફ જોડાયા હતા
રિપોર્ટ : કિશોર આર. સોલંકી
જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300