અભયમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન અપાયું

અભયમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન અપાયું
બગસરામાં પત્ની ઉપર શૂરો પતિ
૧૮૧ની વાનને જોતા જ રફૂચક્કર
પતિ વારંવાર મહિલાને ત્રાસ આપીને ઝગડો કાર્ય
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાંથી એક પીડાતા બહેન દ્વારા 181માં ફોન કરીને પતિ હેરાન પરેશાન કરી રાખતો ન હોવાની અને છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં હોય સાસરે પરત જવા મદદ માગવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી
અમરેલી અભયન 181ની ટીમ આ બેન સાથે પતિના ઘરે જતા પતિને જાણ થઈ જતાં પતિ ઘર ખુલ્લું મૂકીને જતો રહ્યો હતો. તેને ફોન કરતા ફોન પણ બંધ કરી દીધો હતી. આ બેન સાથે વધુમાં કાઉન્સિલગ કરતા જાણવા મળ્યું હતું કે તેનો પતિ અવાર નવાર કોઈને કોઈ વાતને લઈને ઝગડો કરતો હતો અને મહિલાને તેના પિયર મૂકી ગયા બાદ પરત લેવા આવતો નહોતો. મહિલા પરત આવે તો મારે જોઈતી નથી, જતી રેહે તેવું કહી કાઢી મૂકતો હતો. આ બેનને લાબા ગાળાના કાઉન્સિલગ માટે મહિલા લક્ષી માળખાઓની માહિતી આપી અમરેલી મહિલા સહાયતા કેન્દ્ર મા આગળ ની કાર્યવાહી ની મદદ લેવા મા આવેલ. પીડિતા બહેનની આપવીતી સાભળી જરૂરી માહિતી માર્ગદર્શન આપી જ્યારે પણ પતિ ઘરેથી કાઢી મૂકે એવું બને તો પિયર જતા પેહલા જરૂર જણાએ મહિલા હેલ્પલાઇનની મદદ લેવા જણાવાયુ હતું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300