સુરત શહેરના વેડ રોડ પર ભાજપા દ્વારા વિશાળ જાહેર સભા યોજાઈ

સુરત શહેરના વેડ રોડ પર ભાજપા દ્વારા વિશાળ જાહેર સભા યોજાઈ
Spread the love

સુરત શહેરના વેડ રોડ પર ભાજપા દ્વારા વિશાળ જાહેર સભા યોજાઈ

—વરસતા વરસાદમાં અદમ્ય ઉત્સાહ સાથે કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ

—- પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ કર્યું સંબોધન

સુરત, 24 જૂન : દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે.ત્યારે, તેમના આ સુશાસનની વિવિધ કામગીરીને એકે મહિના સુધી ” વિશેષ જન સંપર્ક અભિયાન ” દ્વારા લોકો સમક્ષ લઈ જવા સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે.જે સંદર્ભે સુરત લોકસભા ક્ષેત્ર અંતર્ગત તા.24મી જૂન-2023ને શનિવારે સાંજે 7 કલાકે સુરત શહેરના વેડ રોડ સ્થિત દેવમણી ફાર્મ ખાતે એક જાહેરસભા આયોજિત કરવામાં આવી હતી. વરસાદી માહોલમાં વરસતા વરસાદમાં અદમ્ય ઉત્સાહ સાથે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ” સૌ પ્રથમ તો વરસતા વરસાદમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ બદલ સૌને અભિનંદન પાઠવું છું. વર્ષ 2014માં પીએમ મોદીએ દેશની ધુરા સંભાળી ત્યારે એક બ્રિટિશ અખબારે લખ્યું હતું કે ભારતમાંથી અંગ્રેજોને નીકળી જવા નો આ દિવસ છે. 30 વર્ષ બાદ દેશમાં પૂર્ણ બહુમતીની સરકાર બની.ત્યાર બાદ બીજી વાર લોકોએ મોદીજીને ભવ્ય જીત અપાવી છે. આજે યુએસએમાં જે રીતે તેમનું સ્વાગત થયું છે. ત્યાંની સંસદમાં જે રીતે તેમના સન્માનમાં તાળીઓ પડી છે. આ સન્માન સમગ્ર દેશવાસીઓનું છે.પીએમ મોદી તેમના નિમિત્ત બન્યા છે. 370ની કલમ રદ કરવી, અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ સહિત અનેકવિધ સ્વપ્નાઓ તેમના શાસનકાળમાં સાકાર થયા છે. વર્ષ 2024માં આપણે ફરીથી તેમને ભવ્ય જીત અપાવવાની છે. આ ભારતનો સ્વર્ણકાળ છે. શંખનાદ થઇ ચુક્યો છે.આપણે બેલેટની લડાઈમાં પાછીપાની કરવાની નથી.”
શ્રી ઝડફિયાએ તેમના સંબોધનમાં આઝાદી સમયની જમ્મુ-કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદની સ્થિતિ અને સરદાર વલ્લભભાઈની કૂટનીતિ, ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુની તે સમયની નીતિ અને ભારતને થયેલા નુકશાન વિષે ઉપસ્થિત કાર્યકર્તાઓને વિસ્તૃત રૂપે જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે એક નવો ઇતિહાસ લખ્યો છે.3.20 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્યની સુંદર સેવા પ્રાપ્ત થઇ છે.કોરોના કાળમાં દેશવાસીઓને મફત રસીકરણ તેમજ 130 દેશોને દવા અને રસી પહોંચાડીને માનવીય મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. દેશના 3.50 કરોડ લોકોને તેમના સ્વપ્નનું ઘર મોદીજીના નેતૃત્વમાં મળ્યું છે.જે નાની સુની વાત નથી. આજે દેશ વિકાસની નવી ઊંચાઈ પર પહોંચ્યો છે.તે માત્રને માત્ર પીએમ મોદીજીના સફળ નેતૃત્વના કારણે છે. દેશની જનતાએ આપણને ભવ્ય જીત અપાવી છે ત્યારે, પ્રજાને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે.આપણી લડાઈ 2024માં છે પણ, તલવારની ધાર તો કાઢવી જ પડે.
કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ કાર્યકર્તાઓને આવકારતા વરસતા વરસાદમાં પણ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ સૌને અભિનંદન આપ્યા હતા.
આ વિશાળ જાહેરસભામાં ધારાસભ્ય સર્વશ્રી શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, કુમારભાઈ કાનાણી, શ્રી વિનુભાઈ મોરડીયા, શ્રી પુર્ણેશભાઈ મોદીએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું અને પીએમ મોદીજીના નેતૃત્વમાં ભારતે કરેલી પ્રગતિ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
જાહેરસભામાં ઉપસ્થિત કેન્દ્રીયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે તેમના સંબોધનમાં જણવ્યું હતું કે આ નર્મદનગરી સુરત છે. પગલું ભર્યું તે ના હટવું તે આ શહેરનો મૂડ છે. આજે સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇન્ગ સીટી ઓફ ઘી વર્લ્ડ છે. દરેક ક્ષેત્રમાં આગળ રહેતા સુરતમાં ભાજપાના કાર્યકર્તાઓએ સંપર્કથી સમર્થન અભિયાનમાં સૌથી વધુ કાર્યક્રમો કર્યા છે.
કેન્દ્રીયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે તેમના સંબોધન દરમિયાન ” નવ સાલ -બેમિસાલ ” ના નારાઓથી ઉપસ્થિત કાર્યકર્તાઓમાં જોશનું વાતવરણ ઉભું કરી દીધુ હતું. તેમણે ચાલુ વરસાદે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા.
આ જાહેરસભામાં રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર, શ્રીમતી સંગીતાબેન પાટીલ, ભાજપા શહેર મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કાળુભાઇ ભીમનાથ, શ્રી કિશોરભાઈ બિંદલ, મનપાના વિવિધ પદાધિકારીઓ, સંગઠનના વિવિધ પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર સભાનું સંચાલન ડો. સંજયભાઈ ડુંગરાણીએ કર્યું હતું. જયારે સભાના અંતમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ આભારવિધિ કરી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230624-WA0097-0.jpg IMG-20230624-WA0096-1.jpg IMG-20230624-WA0095-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!