રાધનપુર: શબ્દલપુરા થી નજૂપુરા રોડ બિસ્માર હાલતમાં…!

રાધનપુર: શબ્દલપુરા થી નજૂપુરા રોડ બિસ્માર હાલતમાં…!
Spread the love
  • ઠેર ઠેર જગ્યાએ મસમોટા ખાડાઓ : છેલ્લા 10 વર્ષ થી રોડની કામગીરી કરાઇ નથી

પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના શબ્દલપુરા થી નજૂપુરા રોડ બિસ્માર હાલતમાં ઠેર ઠેર જગ્યાએ મસમોટા ખાડાઓ પડી જતાં અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે આ રોડ છેલ્લા 10 વર્ષ થી રોડની કોઈ કામગીરી કરાઇ નથી કોઈ રીપેરીંગ પણ કરવામાં આવ્યું નથી જેને લઇને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પર મોટા મોટા ખાડાઓ પડી જવાના કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ને લઇને મીડિયાના નાં માધ્યમ થી લોકોએ સરકાર સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે આ રોડ પર ખાડાઓ હોવાના કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની વગેરે સવાલો ગ્રામજનો કરી રહ્યા છે..

એકબાજુ રોડ નું કામકાજ નથી કરવામાં આવી રહ્યું તો બીજી તરફ અહીંયા ગંદકી નું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે જો ગંદકી ને લઇને લોકો બીમાર પડશે તો જવાબદાર કોણ વગેરે ગ્રામજનો નાં સવાલો તંત્ર નાં દાવાને પોકળ સાબિત પુરવાર થાય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગ્રામજનો નું કહેવું છે કે સતત અરજીઓ કર્યા બાદ પણ તંત્ર દ્વારા અહીંયા કોઈ રોડની કામગીરી કરાઇ નથી.  જોવું રહ્યુ સુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ લોકોના પ્રશ્નો યથાવત છે. કામગીરી શૂન્ય જોવા મળી રહી છે. શબ્દલપૂરા ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ ને પણ આ રોડ પર અવર જવર માં ભારે હાલાકી પડી રહી છે ત્યારે વિદ્યાર્થિઓ ની માંગ છે કે સરકાર દ્વારા આ રોડનું નવીન સર કામ કરવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો સહિત વિદ્યાર્થિઓની માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)

IMG-20230626-WA0076-0.jpg IMG-20230626-WA0075-1.jpg IMG-20230626-WA0074-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!