હેત પંડ્યાની ઇન્ડિયન એર ફોર્સમાં ફલાઈંગ ઓફિસર નેવિગેશન તાલીમ પૂર્ણ

- ભારતીય વાયુસેના માં જોડાશે
ભાવનગર લોકભારતી સણોસરાના વતની અને હાલ ભાવનગર સરોજબેન કાંતિભાઈના પૌત્ર અને અપેક્ષાબેન પંડ્યા અને અજયભાઈ પંડ્યા (લોકભારતી) ના પુત્ર હેત પંડ્યાએ ઇન્ડિયન એર ફોર્સમાં ફલાઈંગ ઓફિસર (ક્લાસ 1) નેવિગેશન બ્રાન્ચ માં હૈદ્રાબાદ ખાતે તાલીમ પૂર્ણ કરી ભારતીય વાયુસેનામાં જોડાશે જે તેમણે નાનપણમાં જોયેલ સપનું સાકાર કર્યું છે ત્યારે લોકભારતી સણોસરા પરિવાર માટે અને ગુજરાત માટે પણ ગૌરવની વાત છે (આખા ગુજરાતમાંથી ત્રણ ) જેના અનુસંધાને સમસ્ત ભાવનગર અને સણોસરા બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર શહેરની અનેક સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ પરિચિતો દ્વારા ઉજ્જળ કારકિર્દી માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે. પરિવારને ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા