જસદણની મેઈન બજારમાં બનેલા સિમેન્ટ રોડનું એક વર્ષ પણ થયું નથી, તે પૂર્વે રોડનું નામોનિશાન મટી ગયું

જસદણની મેઈન બજારમાં બનેલા સિમેન્ટ રોડનું એક વર્ષ પણ થયું નથી, તે પૂર્વે રોડનું નામોનિશાન મટી ગયું
Spread the love

જસદણની મેઈન બજારમાં બનેલા સિમેન્ટ રોડનું એક વર્ષ પણ થયું નથી, તે પૂર્વે રોડનું નામોનિશાન મટી ગયું

જસદણની મેઈન બજારમાં બનેલા સિમેન્ટ રોડનું એક વર્ષ પણ થયું નથી, તે પૂર્વે રોડનું નામોનિશાન મટી ગયું.
– બજારમાં અંદાજિત 500 થી વધુ દુકાનો છે, ધૂળની ડમરીઓ એટલી બધી ઉડે છે કે દુકાનમાં રહેલો માલ ધૂળથી ઢંકાઈ જાય છે.
– આ બિસ્માર રસ્તા પ્રશ્ને નગરપાલિકા તંત્રને જાગૃત લોકોએ અનેકવાર રજૂઆત કરી, પણ નગરપાલિકાના બાબુઓ લોકોની રજૂઆત સાંભળ્યા બાદ પગલા ભરવા શરમ અનુભવે છે.

જસદણ.

રાજ્યમાં કોઈ પણ રસ્તોઓ ખરાબ નહીં હોવાનાં તંત્ર દ્વારા બણગાં ફૂંકવામાં આવ્યા હતા. ત્યારે સરકારી અધિકારીઓની આંખ ઉઘાડનારો એક માર્ગ જસદણની મેઈન બજારમાં જોવા મળી રહ્યો છે. કારણ કે જસદણ શહેરની મેઈન બજારમાં નજરે દેખાતો આ સિમેન્ટ રોડ નવો બન્યાનું એક વર્ષ પણ પૂર્ણ થયું નથી. ત્યાં જ આ રોડનું નામોનિશાન મટી જતા કોન્ટ્રાક્ટરે આચરેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો છે. જેથી આ રોડમાં ઘોર ભ્રષ્ટાચાર આચરનારા જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી આ રોડનું ફરી નવીનીકરણ કરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

આ સિમેન્ટ રોડમાં સિમેન્ટ ગોતવી મુશ્કેલ થઈ પડ્યું છે.

રાજકોટ જિલ્લાના જસદણની મેઈન બજારમાં થોડા મહિના પૂર્વે જ બનેલા સિમેન્ટ રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે. જસદણની ડીએસવીકે હાઈસ્કૂલથી લઈને જૂના બસ સ્ટેન્ડ સુધીના રોડમાં અનેક જગ્યાએ સિમેન્ટ ગોતવી મુશ્કેલ બની જાય તેવી બદતર હાલત જોવા મળી રહી છે. આ રોડ બિસ્માર હાલતમાં હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા હજી સુધી નથી તેની તપાસ પણ કરવામાં આવી કે પછી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું. જેથી વહેલી તકે આ રોડ બનાવવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.

મોટરસાઈકલ પરથી ઘણા લોકો આ બિસ્માર રસ્તાના લીધે પડી પણ જાય છે.

જસદણની મેઈન બજાર વિસ્તારની અંદર અંદાજિત 500 થી વધુ દુકાનો આવેલી છે. ધૂળની ડમરીઓ એટલી બધી ઉડે છે કે દુકાનમાં રહેલો માલ ધૂળથી ઢંકાઈ જાય છે. ત્યારે ધૂળને લઈ દુકાનમાં રહેલા માલને લેવાનું ગ્રાહકો ટાળી રહ્યા છે. આ બિસ્માર રોડના લીધે વાહનચાલકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે વેપારી અને ગામ લોકો દ્વારા નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા એક પણ વખત રોડ રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. જસદણમાં જાહેર રસ્તા પર ઠેરઠેર મોટામોટા ખાડા પડ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે લોકોએ આ બિસ્માર રસ્તા પ્રશ્ને નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરી પણ નગરપાલિકાના બાબુઓ લોકોની રજૂઆત સાંભળતા જ નથી. હાલ જસદણના જાગૃત લોકો નગરપાલિકા તંત્ર દ્વારા રોડ-રસ્તામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. એકબાજુ જસદણમાં રોડ-રસ્તાના કામમાં જસદણ નગરપાલિકા તંત્ર નિષ્ફળ નિવડી છે. વેપારીનો આક્ષેપ કરે છે કે, આ રોડ બન્યાનું હજુ એક વર્ષ પણ થયું નથી. છતાં ધૂળ અને ડમરી ઉડે છે, તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરંતુ જસદણ નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી તે ગંભીર બાબત છે. આ તકે વેપારીઓએ જણાવ્યું હતું કે, જસદણની મેઈન બજારમાં ઘણા સમયથી રોડનો પ્રશ્ન છે. પાલિકાના હોદેદારોને ધ્યાને નથી આવતું કે દરરોજ હજારો લોકો ખરીદી કરવા માટે અહીંથી અવર-જવર કરતાં હોય છે. અને મોટરસાઈકલ પરથી ઘણા લોકો આ બિસ્માર રસ્તાના લીધે પડી પણ જાય છે. છતાં જસદણ પાલિકાને ધ્યાનમાં નથી આવતું અને જ્યાં રોડ રસ્તાની જરૂર નથી ત્યાં પાલિકાના હોદ્દેદારો રોડ બનાવે છે. ત્યારે જસદણની મેઈન બજારનો રોડ ફરીથી નવો બનાવવામાં આવે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230629-WA0016-0.jpg IMG-20230629-WA0015-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!