ગીરગંગા પરીવાર ટ્રસ્ટનો સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેક ડેમો સંપૂર્ણ લોક ભાગીદારીથી તૈયાર કરવાનો દૃઢ સંકલ્પ

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનો સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેક ડેમો સંપૂર્ણ લોક ભાગીદારીથી તૈયાર કરવાનો દૃઢ સંકલ્પ
૧૦૦ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે. ”જલ હે તો કલ હૈ”
રાજકોટ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે તેમજ માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણી ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતો ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાંખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ મદદરૂપ થાય છે. અત્યારના સમયમાં ફકત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્રમાં ૫૦ હજારથી વધુ ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્રારા રીપેર કરવામાં આવે છે. તેમજ અત્યાર સુધીમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦ થી વધુ ચેકડેમોનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે જેમાંથી અમુક ડેમો રીપેર કરવા, ઉંચા કરવા અને ઉંડા કરવામાં આવે છે અને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના નામનું ‘હિરાબા સરોવર’ પ્રથમ વરસાદમાં જ ઓવરફલો થઈ ગયેલ છે તથા કાલાવડ રોડ પર તેમજ રાજકોટ શહેરમાં નવા રીંગ પર ૭ એકર જગ્યામાં વિશાળ ચેકડેમ ૨૦ ફૂટ ઉંડો બનાવવામાં આવેલ છે હાલમાં આવેલ વરસાદથી તે ચેકડેમ ૫૦% જેવો ભરાઈ પણ ગયેલ છે. જેનાથી આજુબાજુનાં ૫૦ થી વધુ હાઈરાઈઝ બીલ્ડીંગોમાં પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે અને આજુબાજુની ખેતીની જમીનમાં ખૂબ ફાયદો થયો છે. આ રીતે રાજકોટ શહેરમાં વરસાદી પાણી બચાવવામાં માટે કૂવા, બોર રીચાર્જ કરવા જોઈએ છે અને આવા ખુલ્લી જગ્યામાં ૫૦ થી વધુ ચેકડેમો બને તો પાણી પ્રશ્ન સરળ બને.
આગામી સમયમાં ગીરગંગા પરીવાર ટ્રસ્ટનો સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેક ડેમો સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષો પહેલા બનેલા ચેકડેમો જે આજે જર્જરીત હાલમાં અને અમુક ભાગો તુટી જતાં તેમજ તે સમયે એટલે ૪૦ થી ૪૫ વર્ષ પહેલા ૧૫ થી ૨૫ ફૂટે જમીનના પાણીના તળ હતા ત્યારે ૩ થી ૫ ફૂટ ઉંડાઈવાળા ચેકડેમો બનેલા હતા. આજે તેમાં ખેતીનું ધોવાણ થઈ માટીથી અડધા ચેકડેમો ભરાઈ ગયેલ હાલતમાં હોય છે. તેના હિસાબે પાણીની સંગ્રહ શકિત ખૂબ ઘટી ગઈ છે અને જમીનનાં તળમાં ઉતરતું બંધ થઈ ગયું હોય છે અને આજે પાણીના તળ ૫૦૦ થી ૨૫૦૦ ફૂટ ઉંડા જતા રહયાં છે અને પાણી પીવા લાયક પણ નથી રહયું. જે આધુનીક યંત્રોથી પાતાળના ખરાબ પાણી ખેંચીને ખેતીને આપવાથી ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે જેથી જમીનની ફળદ્રુપતા ખૂબ ઘટી ગઈ છે જેના હિસાબે ઝેરી દવા અને ખાતર ખેત ઉત્પાદન માટે નાંખવામાં આવે છે. તેથી ખેડૂતોને ખૂબ મોટો ખર્ચ આવે છે અને જે પેસ્ટીસાઈડ યુકત ખોરાકમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળો લોકો ખાઈ રહયાં છે તેના હિસાબે ખૂબ મોટો રોગચાળો વધી રહયો છે. જેના હીસાબે લોકો રોગીષ્ટ બની રહયાં છે અને ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં ખૂબ મોટા કરજમાં આવી ગયો છે. જો ખેતીને સધ્ધર અને સમૃધ્ધ કરવી હોય તો વરસાદી મીઠા પાણીના તળ ૫ થી ૨૫ ફૂટે હોય તો પ્રકૃતિની સંપૂર્ણ રક્ષા થાય છે તેથી દરેક પશુ—પક્ષીઓને પીવાના પાણી, ખોરાક અને રહેણાંક મળી રહે છે અને ખેડૂતોને ખેતીમાં ઝેરી દવા, પેસ્ટીસાઈડ યુકત ખાતરનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. ખેડૂતો ઓર્ગેનીક ખેતી તરફ વળે અને જે ઉત્પાદનથી માનવજાત તેમજ સર્વે જીવ–જંતુઓ, પશુ-પક્ષીઓ નિરોગી બને છે. જેથી કુદરતે બનાવેલ સૃષ્ટિની સાઈકલ યોગ્ય રીતે જળવાઈ રહે છે, જો ગામડા સધ્ધર હોય તો ભારત ફરી પાછી સોનાની ચીડીયા બની શકે.
વર્ષો પહેલા નદી અને તળાવોમાં પાણી હોવાથી ત્યાં આજુબાજુમાં વૃક્ષોથી ભરપૂર પ્રકૃતિ ખીલી ઉઠતી હતી તેથી દરેક પશુ–પક્ષીઓને પીવાના પાણી અને ખોરાક સાથે રહેણાંક મળી રહેતુ હતું. અત્યારના સમયમાં પાણી બોર અને બોટલમાં હોવાથી સંપૂર્ણ પ્રકૃતિનો નાશ થઈ રહયો છે તેનાથી સૃષ્ટિ પરના અનેક જીવોનો પાણીના અભાવે નાશ થઈ રહયો છે અને સર્વે જીવો સાથે માનવ પણ રોગીષ્ટ બનતો ગયો છે.અત્યાર સુધીમાં ૧૦૦ ચેક ડેમ બનાવવામાં ભીખુભાઈ વીરાણી (બાલાજી વેફર્સ), જમનભાઈ પટેલ (ડેકોરા બીલ્ડર), ભરતભાઈ પરસાણા (ગૌભકત), ભરતભાઈ ગાજીપરા, મુકેશભાઈ ગાજીપરા, બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), શંભુભાઈ પરસાણા, કાર્તિકભાઈ પરસાણા (પરસાણા કાસ્ટીંગ), દિલીપભાઈ લાડાણી (લાડાણી બીલ્ડર્સ), રમેશભાઈ માલાણી (માલાણી કન્સ્ટ્રકશન), પ્રકાશભાઈ કનેરીયા, ચંદુકાંતભાઈ ડઢાણીયા (રવી બીલ્ડર્સ), અરવિંદભાઈ (ફીલ્ડ માર્શલ), ભરતભાઈ શાહ (મુંબઈ), રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પીટલ), ખાંભા જી.આઈ.ડી.સી. પ્રમુખ ભરતભાઈ ટીલવા, ગોપાલભાઈ બાલધા (નિવૃત જી.ઈ.બી. અધીકારી), પ્રકાશભાઈ કનેરીયા, રંગોલી પાર્ક, વ્હાઈટ હેવન, તુલસી ગ્રીન, એટલાન્ટાના તમામ ફલેટ ધારકો, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, ભુપતભાઈ બોદર (રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ) બ્રહમાં કુમારી વિશ્વ વિદ્યાલય, વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી), વિરાભાઈ હુંબલ (જય મુરલીધર ફાર્મ), હરીભાઈ ચૌહાણ, નારણભાઈ વોરા, ધનજીભાઈ ગમઢા, નરેન્દ્રસિંહ જાડેજા(રા.લો. સંઘ પ્રમુખ), લાખાભાઈ સાગઠીયા(પૂર્વ ધારાસભ્યશ્રી), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી), જયંતીભાઈ સરધારા (પડવલા જી.આઈ.ડી.સી. પ્રમુખ), અરવીંદભાઈ પાણ, જગદીશભાઈ કોટડીયા, રાજુભાઈ મહેતા (ભાભા હોટલ), મુળજીભાઈ ભીમાણી, માધુભાઈ પાંભર, વસંતભાઈ ગદેચા (રોટોટોન), ચિંતનભાઈ સીતાપરા (ગેલેકસી સ્ટેમ્પીંગ), ખીરસરા જી.આઈ.ડી.સી. એસોસીએશન, ગોવિંદભાઈ સગપરીયા (સ્ટાન્ડર્ડ એગ્રો), શીલ્પન બીલ્ડર્સ તેમજ નાનામોટા પ્રકૃતિ પ્રેમી દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ), રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પીટલ), વિરાભાઈ હુંબલ (જય મુરલીધર ફાર્મ), રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુતપભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શીંગાળા, ભરતભાઈ પીપળીયા, માધુભાઈ પાંભર, મહેન્દ્રભાઈ કાલરીયા, રતીભાઈ ઠુંમર વિગેરેની ટીમ સુંદર સંચાલન કરી રહી છે.
આ અંગેની વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮૬૮ તથા દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
”પાણીનું એક એક ટીપું કિંમતી છે કારણ કે દરેક ટીપામાં એક જીંદગી છે.’
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300