ભાભરમાં સ્કુલ માં નેશનલ ડોક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી.

ભાભરમાં સ્કુલ માં નેશનલ ડોક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ સનશાઇન ઇંગ્લિશ સ્કૂલ ભાભર મુકામે ‘નેશનલ ડૉક્ટર ડે’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જયેશભાઈ ગોકલાણી અને ડોક્ટર ડિમ્પલબેન ગોકલાણી ને આમંત્રિત કરવામાં આવ્યું હતું. તેમજ રિયાબા ઝાલા અને લિઝા ઠક્કર દ્વારા ડોક્ટર જયેશભાઇ ગોકલાણી અને ડોક્ટર ડિમ્પલબેન ગોકલાણી નું બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સનશાઇન ઇંગ્લિશ સ્કૂલ ના તેજસ્વી વિદ્યાર્થીઓ રિયાંશ ગોકલાણી અને હેત ઠક્કર દ્વારા ઇંગ્લિશમાં સ્પીચ આપી ને ડૉક્ટર નું મહત્વ અને યોગદાન વિશે વિસ્તૃત માં માહિતી આપીને હાજર દરેકને પ્રભાવિત કર્યા હતા.
ત્યાર બાદ સ્કૂલના વરદભાઈ રતાણી એ ડૉક્ટર અને શિક્ષક નું સમાજ માં યોગદાન વિશે માહિતગાર કર્યા હતા. પ્રિન્સિપાલ ધારાબેન રતાણી દ્વારા વિદ્યાર્થીઓ ને ડૉક્ટરના ઉદાહરણ થકી શિસ્ત અને સંયમ ને અનુસરવાની માહિતી આપી હતી. આનંદભાઈ ઠક્કર દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ સુનિલ ગોકલાણી ભાભર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300