ડેડીયાપાડાના ગામોમાં સસ્તા અનાજની દુકાનમાં ખરાબ ઘઉં અપાતા ગ્રાહકોમાં રોષ

ડેડીયાપાડાના ગામોમાં સસ્તા અનાજની દુકાનમાં ખરાબ ઘઉં અપાતા ગ્રાહકોમાં રોષ
ડેડીયાપાડાના ગામોમાં સસ્તા અનાજના દુકાનદારો ગરીબોના હક્કનું આવતું અનાજ સળેલું પધરાવે તો સારું અનાજ ક્યાં કોના પેટમાં ચવાય જાય છે
ગરીબોના હક્કનું અપાતું સડેલાં અનાજ અંગે જો ઉચ્ચ કક્ષાની તપાસ એજન્સી મારફતે તપાસ કરાવામાં આવે તો અનાજ સગેવગે થતું મસમોટું કૌભાંડ ખુલીને બહાર આવે અને કૌભાંડ રાચતાં સંડોવાયેલાં આકાંઓ ખુલ્લા પડી ઝડપાયને જેલના હવાલે થાય
કનબુડી ગામમાં અલ્તાફ ખત્રી સડેલું અનાજ આપે છે ભાષા એલફેલ બોલે છે લોકોને બીવડાવી ધમકાવે છે બધે એવું નથી પણ એવા બે ત્રણ નબીરા છે એ અમારા ધ્યાન પર છે એ આવનારા દિવસોમાં એમનું બધું બંધ કરી દઈશું કનબુડી,ડુમખલ એમ ત્રણેક દુકાનદારોની ફરિયાદ છે આર.એસ.સી નર્મદાને જાણ કરી તાત્કાલીક તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી છે – સાંસદ મનસુખ વસાવા
આ ગામના સસ્તા અનાજ ના દુકાનદાર તરફ થી સળેલુ આનાજ આપે છે અને જેમને ગ્રામજનો રજુઆત કરવા જાય છે તો ગમે તેમ બોલે છે
સસ્તા અનાજની દુકાનમાં ખરાબ ઘઉં અપાતા ગ્રાહકોમાં રોષ : ગ્રાહકો નમૂનો લઈ સાંસદ મનસુખ વસાવા પાસે પહોંચ્યા
નિયમ મુજબ રેશનકાર્ડ પર જથ્થો આપવા માટે ગોડાઉન પર ફળવાતા પહેલા અનાજનું લેબ ટેસ્ટિંગ થયા બાદ જથ્થો જે તે ગોડાઉન ને અપાય છે તો શું લેબોરેટરી ટેસ્ટ ફક્ત નામનો જ છે
સાંસદે નાયબ કલેકટર નર્મદાને ટેલિફોનિક જાણ કરી આવા દુકાનધારકોની તપાસ કરો જરૂરી દંડ ફટકારવા આપી સૂચના
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બાહુલ આદિવાસી વિસ્તારોમાંની કનબૂડી, કણજી, વાંદરી સહિતના
ગામોમાં ચાલતી સસ્તા અનાજની સરકારી દુકાનોમાં વિતરણ કરવા માટે ગરીબોના હક્કનું આવતું અનાજ ગરીબોને સળેલું પધરાવામાં આવતું હોવાનો ખિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે આ ગરીબોના હક્કનું અપાતું સડેલાં અનાજને લઈને ગ્રામજનોએ ફરિયાદો ઉઠાવી ભારે હોબાળો મચ્યો છે ગ્રામજનોને સરકારી અનાજ જે રેશનકાર્ડમાં આપવામાં આવે છે જેમાં ઘઉં ખરાબ આપતા ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા મિડીયાંસાગ ગામના કિશોરભાઈ કંચનભાઈ સહિતના ગામોના ૨૦થી ૨૫ ગ્રામજનોએ ભરૂચ સાંસદ મનસુખ વસાવા સમક્ષ રજૂઆત કરી જણાવ્યું હતું કનબુડીનો અલતાફ ખત્રી અમેં અનાજ લેવા ગયાં તો અમને ખરાબ અનાજનો માલ આપ્યો જ્યારે એમને કહે છે તો કોઈ એવા એકાદ કંઠામા નીકળી જાય પણ બધાજ કંઠામા એવો ખરાબ માલ હતો અને અમને ધમકીઓ આપે છે તેવી લોકોની સાંસદે હકીકતલક્ષી રજુઆત સાંભળી રોષે થયાં હતાં અને તાત્કાલિક જિલ્લાના સંબધિત નાયબ કલેકટર નર્મદાને ફોન કરી આ બાબતે તાત્કાલિક તપાસ કરવી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી ગરીબોના હક્કના અપાતા સડેલા અનાજના મુદ્દે જિલ્લામાં આ મુદ્દે ભારે પ્રત્યાઘાતો પડતા જોવા મળી રહ્યાં છે
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કેટલાક ગામોમાંથી ગ્રામજનોમાં ફરિયાદો ઉઠી છે કનબૂડી, કણજી વાંદરી ગામ સહિતના ૨૦ થી ૨૫ ગ્રામજનો સાંસદ મનસુખ વસાવાને પોતાની સાથે લઈ આવેલ સસ્તા અનાજમાંથી સડેલાં મળતા ઘઉં બતાવી જણાવ્યું કે ઘણા સમયથી આ ગામના સસ્તા અનાજ ના દુકાનદાર તરફ થી સળેલુ આનાજ આપે છે અને જેમને ગ્રામજનો રજુઆત કરવા જાય છે તો ગમે તેમ બોલે છે,ગ્રામજનો એ અનેક વાર પુરવઠા ખાતા માં પણ રજુઆત કરી છે પરંતુ જેનું કોઈ નિરાકરણ નહિ આવતા આખરે ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવા સમક્ષ રજુઆત કરવા આવી પહોંચ્યા હતા જો સમગ્ર બનાવની હકીકત અંગેની નિપક્ષ તટસ્થ તલસ્પર્શી તપાસ ઉચ્ચ કક્ષાની તાપસ એજન્સી મારફતે તાપસ કરવામાં આવે તો ગરીબોના હક્કનું સગેવગે થતું અનાજનું મસમોટું કૌભાંડ ખુલીને બહાર આવી દૂધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય અને સરકારી અનાજ સગેવગે કરીને કાળા બાજારીનો ધંધો ધીખાવી કિસ્સાઓ પેટ ભરતાં કૌભાંડ રાચતાં સંડોવાયેલાં આકાંઓ, સરકારી બાબુઓ ખુલ્લા પડી ઝડપાયને જેલના સળિયા પાછળ ધકેલાઈ શકે છે
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામનાં અલ્તાફ ખત્રી સળેલું અનાજ આપે છે ભાષા એલફેલ બોલે છે લોકોને બીવડાવી ધમકાવે છે લોકોએ મને બતાવ્યું છે ડુમખલ બાજુની એમ ત્રણેક દુકાનદારોની ફરિયાદો છે બધે એવું નથી પણ એવા બે ત્રણ નબીરા છે એ અમારા ધ્યાન પર છે એ આવનારા દિવસોમાં એમનું બધું બંધ કરી દઈશું આરએસસી નર્મદાને જાણ કરી તાત્કાલીક તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી છે
રિપોર્ટ : વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300