આસામના મુખ્યમંત્રી ડો. હિમાન્તા બિશ્વા શર્માજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયા

આસામ રાજયનાં મુખ્યમંત્રી ડો. હિમાન્તા બિશ્વા શર્માજી સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા તથા ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયના નેશનલ એડવાઈઝરી કમિટીનાં માનદ સદસ્ય મિતલ ખેતાણીએ આસામ ખાતે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીને ગૌપ્રોડકટમાંથી બનાવાયેલ ઘડીયાળ અર્પણ કરી, મુખ્યમંત્રીશ્રી નું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. વલ્લભભાઈ કથીરીયા તથા મિતલ ખેતાણીએ ગૌસેવા, જીવદયા વિષે વાર્તાલાપ કરીને મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય. હાલમાં ગોબરમાંથી ગૌમાતાની પ્રતિમા, ગણેશ ભગવાનની મૂર્તિ, ઘડીયાળ, કિચેન, દેવી—દેવતાઓની મૂર્તિ અને ગૌમૂત્રમાંથી બાયોગેસ, લીકવીડ, અસંખ્ય ઔષધીઓ તથા સાબુ, શેમ્પુ, ધુબપતી વગેરે બનાવીને ગૌ શાળાને આત્મનિર્ભર બનાવવાનો પુરૂષાર્થ દેશનાં અનેક રાજયોમાં સફળતાપુર્વક શરૂ થઈ ગયો છે, જેના દ્વારા લોકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ આપી શકાય છે.
આસામ રાજયમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવે, રાજય સરકાર દ્વારા વિશેષ ભૂમિ ફાળવીને તેના ઉપર બેસહારા ગૌવંશ, ગૌમાતાને આશરો આપવામાં આવે, આસામમાં પશુ પક્ષીઓની સારવાર માટેની નિઃશુલ્ક એમ્બ્યુન્સની સંખ્યા વધારવામાં આવે, કાર્યાન્વિત કરવામાં આવે અને તેને ૨૪ કલાક ૩૬૫ દિવસ સેવાન્વિત રખાવી વધુને વધુ અબોલ પશુઓને જીવન બચાવી શકાય , આસામ રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક અધિકારી ફરજિયાત પણે રાખવામાં આવે કે જે પશુઓને તથા તેને લગતા કાયદાઓને જાણતો હોવો જોઈએ જેથી સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય, પંચગવ્ય આધારિત પ્રશિક્ષણ ખોલવામાં આવે, કાઉ ટુરિઝમ ખોલવામાં આવે તથા ગૌશાળાઓ, પાંજરાપોળોને દૈનિક રૂ. 50 સબસિડી આપવામાં આવે તેવી ગૌસેવા, જીવદયા અંગેની વિનંતી કરવામાં આવી હતી. આસામનાં રાજયનાં મુખ્યમંત્રી ડો. હિમાન્તા બિશ્વા શર્માજીએ ડો. વલ્લભભાઈ કથીરીયા, મિતલ ખેતાણીને ઉપરોકત ગૌસેવા, જીવદયાની ચર્ચા અન્વયે હકારાત્મક પ્રતિભાવ આપીને અને આવા ગૌસેવાના કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા