ABPSSની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવી દિલ્હી ખાતે મળશે

ABPSSની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવી દિલ્હી ખાતે મળશે
Spread the love
  • પત્રકાર હિત માટે આ બેઠકમાં અનેક ઠરાવ પારીત કરવામાં આવશે
  • “પત્રકાર સુરક્ષા કાનૂન” નું અભિયાન વધુ તેજ અને વ્યાપક બનાવવા ખાસ રણનીતિ ઘડવામાં આવશે
  • રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ સહિત ગુજરાતમાંથી પાંચ સભ્યો નું પ્રતિનિધિ મંડળ બેઠકમાં હાજરી આપવા રવાના

રાજકોટ તા.4 દેશનાં સૌથી મોટા અને સુવિખ્યાત પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અગામી 5 અને 6 જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે યોજવા જઈ રહેલ છે. સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂનને લઈને અભિયાન ચલાવી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તેના સ્થાપનાકાળથી આજ સુધીમાં પત્રકાર હિતમાં અનેક આંદોલનો દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યા છે ત્યારે છત્તીસગઢની તર્જ પર સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થાય તે બાબતને લઈને રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠકમાં ખાસ રણનીતિ ઘડવામાં આવશે તેમ જ પત્રકાર સુરક્ષા કાનુનના આંદોલનને સમગ્ર દેશના પત્રકારો સુધી લઈ જવા માટે થઈને વિશેષ અભિયાન ની જાહેરાત કરવામાં આવશે.

ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ પટેલની આગેવાનીમાં ગુજરાતનું પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ પણ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ ચૂક્યું છે. નવી દિલ્હી ખાતે ની બેઠકમાં હાજરી આપવા માટે જઈ રહેલા એબીપીએસસીના અધ્યક્ષ જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ છેલ્લા સાત વર્ષથી પત્રકાર સુરક્ષા કાનૂનને લઈને કામગીરી કરી રહેલ છે ત્યારે આ સંગઠનના પ્રયાસોથી છત્તીસગઢમાં પત્રકાર સુરક્ષા કાનુનને અનુમોદન મળેલ છે.

સમગ્ર દેશમાં અને તમામ રાજ્યોમાં પત્રકારોને સુરક્ષાની ખાતરી મળે તેમ જ સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં સરકાર તરફથી વિશેષ યોજનાઓ ઘડવામાં આવે તે માટે સમગ્ર દેશના પત્રકારોમાં તેમનાં સંગઠન દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સમગ્ર દેશના 22 થી વધુ રાજ્યોમાંથી રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્યો હાજર રહેશે અને બેઠકમાં પત્રકારોના હિત માટે અનેક મહત્વપૂર્ણ ઠરાવો પારીત કરવામાં આવશે.

ભાવેશ મુલાણી, બ્યુરોચીફ (દક્ષિણ ગુજરાત)

IMG-20230704-WA0033.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!