થરાદમાં પરમિશન વગર ચાલુ કરેલ મેળો કોઈ અધિકારીઓ દેખાતો નથી કે કેમ..?

- રેસિડેન્ટ સોસાયટી ની બાજુમાં મોડા સુધી લાઉડસ્પીક ચાલુ રાખે છે પણ સાહેબો ચૂપ છે.
અગાઉ પણ કેટલીક જગ્યાએ મેળાઓમાં દુર્ઘટનાઓ બની છે અને તેનો ભોગ લોકો બન્યા છે ત્યારે થરાદમાં ઉભા કરાયેલા આ મેળાની પુરે પુરી તપાસ કરવામાં આવે અને પછીજ આ મેળા ની પરમિશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મેળાની પરમિશન બાબતે થરાદ પ્રાંત અધિકારી પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે પરમિશન માટે કાગળ આવ્યા છે પણ પરમિશન હજુ આપી નથી પરમિશન વિના મેળો ચાલુ ન કરી શકે પણ જો ચાલુ કર્યો હોય તો હું બંધ રાખવા જાણ કરી દઉં છું. *પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે મેળો બંધ રહેશે તેમ છતાં ચાલુ રહ્યો શું સાહેબ નું કોઈએ સાંભળ્યું નહીં કે પછી….
રિપોર્ટ : ધર્મેશ જોષી (થરાદ/ બનાસકાંઠા)