ઉપલેટા : 15માં નાણાંપંચના કામોની મિટિંગનું તેમજ સન્માનુ આયોજન કરવામાં આવ્યું

ઉપલેટા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાંપંચના કામોની મિટિંગનું તેમજ સન્માનુ આયોજન કરવામાં આવ્યું
રાજકોટ જિલ્લાના માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ની સૂચના મુજબ ઉપલેટા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાંપંચના કામોની સમીક્ષા તેમજ કામોના આયોજન માટે ખાસ મિટિંગનું આયોજન યાદવ હોટેલ ખાતે કરવામાં આવ્યું.રીવ્યુ બેઠક પૂર્ણ થયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં બીપરજોય વાવાઝોડા દરમિયાન તેમજ અન્ય સારી કામગીરી કરનાર સાત તલાટી-કમ-મંત્રીશ્રીઓનું સન્માન તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસિંહ પરમાર તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ ચંદ્રવાડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસિંહ પરમાર દ્વારા સમગ્ર સ્ટાફની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તાલુકા પંચાયત વતી તાલુકા વિકાસ અધિકારીશ્રી એ સૌનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300