થરાદ : ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

સરકારી વિનયન અને વાણિજ્ય તથા વિજ્ઞાન કોલેજ થરાદ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
સરકારી વિનયન અને વાણિજ્ય તથા વિજ્ઞાન કોલેજ થરાદના સંયુક્ત ઉપક્રમે ભારત વિકાસ પરિષદની થરાદ શાખા દ્વારા ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના તમામ હોદ્દેદારો તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ભાવિક ચાવડા તથા સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડો.જગદીશ પ્રજાપતિ, તેમજ બંને ભગિની સંસ્થાના સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતથી કરવામાં આવી અને ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્યશ્રી ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારત વિકાસ પરિષદ થરાદ શાખાનો પરિચય, વ્યક્તિ પરિચય તેમજ કોલેજની વિદ્યાર્થીઓની થકી ગુરુજીઓનું કુમકુમ તિલક તેમજ પ્રશસ્તિ પત્ર અર્પણ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના હોદ્દેદાર શ્રી સંજયભાઈ ત્રિવેદી દ્વારા ગુરુ મહિમા વિશે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડો. જગદીશ પ્રજાપતિ દ્વારા પણ ગુરુ મહિમાનું અનેરૂ મહત્વ રહેલું છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનો શું ફાળો છે તે વિશે સચોટ રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત વિકાસ પરિષદના હોદ્દેદાર શ્રી હિતેન્દ્ર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું તેમજ આભારવિધિ ડો. મેહુલ નાયક દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે બંને કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર, સ્વયંસેવકો તેમજ સેવક મિત્રો અને દ્રશ્ય શ્રાવ્ય વિભાગના શ્રી કે. કે. કટારીયા દ્વારા ભારે જહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
રિપોર્ટ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300