હારીજમાં બે કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો: વરસાદી માહોલ જામ્યો બે ઈંચ વરસાદ નોંધાયો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હારીજમાં બે કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો: વરસાદી માહોલ જામ્યો બે ઈંચ વરસાદ નોંધાયો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો કેટલાક તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા પાટણ જિલ્લા નાં હારીજ અને રાધનપુર વિસ્તાર માં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલી મા મુકાયા હતા.
પાટણ જિલ્લાના હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો સમીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સિદ્ધપુરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. રાધનપુર, સરસ્વતી અને શંખેશ્વરમાં પણ વરસાદનું આગમન થયું હતું.પાટણ જિલ્લાના હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો સમીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સિદ્ધપુરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. રાધનપુર, સરસ્વતી અને શંખેશ્વરમાં પણ વરસાદનું આગમન થયું હતું. સંતાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણ શહેરમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા જેથી વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300