મત્સ્ય બીજ ઉછેર યોજનાનો લાભ લઇ ખેડા જિલ્લાના મત્સ્ય ખેડુતો બન્યા આત્મનિર્ભર
૧૦ જુલાઈ, મત્સ્ય પાલક દિવસ
મત્સ્ય બીજ ઉછેર યોજનાનો લાભ લઇ ખેડા જિલ્લાના મત્સ્ય ખેડુતો બન્યા આત્મનિર્ભર
ખેડા જિલ્લામાં ૨૦૧ તળાવોમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ કાર્યરત, જિલ્લામાં અંદાજીત કુલ ૭૦૦ થી વધુ સક્રિય માછીમારો
જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૨૯૪૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું
૧૦મી જુલાઈને રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આંતરદેશીય મત્સ્યોધોગ ક્ષેત્રે આગળ વધેલ જિલ્લો એટલે ખેડા જિલ્લો. રાજયના તમામ નાગરીકો આર્થિક રીતે સમૃધ્ધ બને અને રાજયના વિકાસમાં સહભાગી બને તે માટે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. છેવાડાના માનવીને પણ રોજગારી મળી રહે તે હેતુસર છેવાડા વિસ્તારોમાં વસવાટ કરતા પરિવારો માટે, તેમના જીવન નિર્વાહ માટે સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે. આજે મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા અનેકવિધ પરિવારો આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિવિધ ક્ષેત્રમાં વિકાસ થઇ રહ્યો છે જેને આગળ વધારવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નાગરિકોને તમામ સવલતો પહોચાડવા માટે અવિરત કામ કરી રહ્યા છે. આજે સમગ્ર ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના મત્સ્ય પાલકો ગુજરાત સરકારની મત્સ્ય પાલનની વિવિધ યોજનાનો લાભ લઇ આર્થિક રીતે પગભર થઈ રોજગાર મેળવી રહ્યા છે.
*મત્સ્ય ઉધોગ એટલે શું?*
વિવિધ પ્રકારનાં જળવિસ્તારો જેવા કે, દરિયાઈ, નદી, નહેર ,સરોવર, જળાશયો, નદી મુખપ્રદેશ વિસ્તાર તેમજ ભાંભરા પાણીમાં આર્થિક ઉપયોગીતા ધરાવતા જળજીવો દા.ત. માછલી,ઝીંગા,મૃદુકાય પ્રાણીઓ શેવાળ, સુક્ષ્મ લીલનો પધ્ધતિસરનો વિકાસ તેમજ કુદરતમાં તેની જાળવણી કરી આર્થિક ઉપાજન મત્સ્યોદ્યોગ હેઠળ આવરી લેવાયેલો છે. મત્સ્યોદ્યોગ દ્વારા વિવિધ જળ વિસ્તારો માંથી પોષ્ટિક આહાર મેળવવાનો મુખ્ય ઉદેશ છે. જયારે કેટલીક પ્રક્રિયાઓ દ્વારા આડ પેદાશો ઉત્પન્ન કરી તેનો ઉપયોગ ખાતર, દવા, રસાયણો, આભૂષણો પશુ તથા મરઘાં માટેનો ખોરાક વગેરે બનાવવામાં પણ થાય છે. અને તે દ્વારા પણ આર્થીક ઉપાજન કરી શકાય.
માછીમારો-મત્સ્ય વેપારીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ આર્શીવાદરૂપ બની છે. તેમાંની એક યોજના એટલે મત્સ્ય બીજ ઉછેર યોજના. મત્સ્ય બીજ ઉછેર માટે સરકારે રોજગારીની નવી તકો ઉભી કરી રહી છે. જે અંતર્ગત દેશભરમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ માછીમારો, મત્સ્યપાલક અને મત્સ્ય વેચાણકર્તા લાભાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ યોજનાકીય લાભો અને અન્ય સહાયો પૂરા પાડવામાં આવે છે.
*જાણો મત્સ્યબીજ ઉછેર યોજના વિશે*
ફીશફાર્મ તથા તળાવોમાં મત્સ્યબીજ ઉછેર કાર્યક્રમ જેવા કે, સ્પો્ન થી ફ્રાય, ફ્રાય થી ફિંગરલીંગ તથા સ્પોનથી ફિંગરલીંગ સુધીના ઉછેર માટે બેરોજગાર યુવાનોને મત્સ્યબીજ ઉછેર માટે જરૂરિયાત મુજબનો ખોરાક, ખાતર, ફર્ટીલાઇઝર, પાણી તથા રોગ અટકાવવા જરૂરી રસાયણો મત્સ્ય ખાતા દ્વારા પુરા પાડવામાં આવે છે. લાભાર્થી તરફથી જે તે સ્તરે મત્સ્યબીજનો ઉછેર થયા ૫છી ખાતાને ૫રત આ૫વામાં આવે છે, તે માટે મત્સ્ય ખાતા તરફથી મહેનતાણું ચુકવવામાં આવે છે. મત્સ્યબીજ ઉછેરમાં સ્પોયનથી ફ્રાય તબક્કાના ઉછેર કાર્યક્રમ માટે રૂ. ૯૦/- પ્રતિ હજાર ફ્રાય નંગ તેમજ ફ્રાય થી ફીંગરલીંગ તબક્કાના ઉછેર કાર્યક્રમ માટે રૂ. ૨૬૦/- પ્રતિ હજાર નંગ ફીંગરલીંગ તથા સ્પો્ન થી ફીંગરલીંગ તબક્કાના ઉછેર કાર્યક્રમ માટે રૂ. ૪૬૦/- પ્રતિ હજાર નંગ ફિંગરલીંગ મહેનતાણાંનો દર ચુકવવામાં આવે છે.
*જાણો ખેડા જિલ્લામાં મત્સ્યોદ્યોગ વિશે:-
ખેડા જિલ્લામાં મુખ્યત્વે સિંચાઇ તળાવમાં ૧૭ તથા ગામ તળાવમાં મોટા પાયે ૨૦૧ ખેડુતો મત્સ્ય પાલનનો વ્યવસાય કરે છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ના આંકડા મુજબ કુલ ૧૭ જેટલા સિંચાઇ તળાવ તથા અંદાજે ૨૦૧ જેટલા ગામ તળાવ હાલ મત્સ્યોધોગ કરવા માટે ઇજારા પર આપવામાં આવેલ છે જેમાંથી માત્ર સિંચાઇ તળાવમાંથી વાર્ષિક રૂ.૭૧.૮૩/- લાખની આવક સરકારને થયેલ છે.
વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લામાં નદી તથા નાળામાં માછીમારી કરતા ૧૮૩ પગડીયા તથા ૭૬ છુટ્ટક માછીમારોને લાયસન્સ ઇસ્યુ કરેલ છે. હાલમાં જિલ્લામાં અંદાજીત કુલ ૭૦૦ થી વધુ સક્રિય માછીમારો મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. જિલ્લામાં કુલ ૩૨ બિનયાંત્રિક માછીમારી બોટોની સહાય આપવામાં આવેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને લીધે ખેડા જિલ્લાનું વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૨૯૪૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.
ગામ તળાવ ઈજારાનીતિ ૨૦૦૩ મુજબ પંચાયત હસ્તકના ગામ તળાવોને મત્સ્યોદ્યોગ માટે આપવામાં આવે છે. તા. ૩૦-૬-૨૦૨૩ની સ્થિતિએ ખેડા જિલ્લામાં નડિયાદમાં ૫૦, મહુધામાં ૪૭, ગળતેશ્વરમાં ૧૧, ખેડામાં ૮, મહેમદાવાદમાં ૧૬, વસોમાં ૨૧, માતરમાં ૨૮, કપડવંજમાં ૧, ઠાસરામાં ૧૮ અને કઠલાલમાં ૧ મળી કુલ ૨૦૧ તળાવોમાં મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ ચાલુ છે. જેના થકી ગ્રામ પંચાયતોને તળાવોના ભાડા થકી કુલ ઇજારાની અંદાજીત ૧.૨૭ કરોડની આવક મળી છે.
ગામ તળાવોને ઈજારનીતિ ૨૦૦૩ મુજબ ટેન્ડર બહાર પાડી મત્સ્ય ઉછેરકોને ૧૦ વર્ષ માટે ભાડા પેટે તળાવ મત્સ્ય ઉછેર માટે આપવામાં આવે છે. મત્સ્ય ખેડૂતે ટેન્ડર ફોર્મ સાથે ૧૦% સિક્યોરીટીની રકમ જોડવાની હોય છે. કચેરીને થયેલ ગામ તળાવ આવકમાંથી ૯૦% જેટલી રકમ સંબધિત ગ્રામ પંચાયતને ગામના વિકાસ અર્થે આપવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩માં ખેડા જિલ્લામાં મત્સ્યબીજ ઉછેર માટે ૭૫ લાભાર્થીઓને અંદાજીત રૂ.૯.૩૪ લાખનું મહેનતાણું ચુકવવામાં આવેલ છે. તેમજ જુદી જુદી ૮ મત્સ્ય વિભાગની યોજનાઓમાં ૧૯૯ લાભાર્થીઓને કુલ રૂ.૩૭.૮૧ લાખની સહાય આપવામાં આવી છે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી, નડિયાદના શ્રીમતી નિલમ પટેલ જણાવે છે કે ખેડા જિલ્લામાં મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા મત્સ્ય ઉછેરકોને માછીમારી બોટ, લાઇસન્સ ઈશ્યુ અને મત્સ્ય ખેડૂતો માટે તાલીમ કેન્દ્રો યોજવા જેવી કામગીરી કરવામાં આવે છે. મત્સ્ય ખેડૂતોને આઈ- ખેડૂત પોર્ટલની જાણકારી, મત્સ્ય ઉછેર માટેના તાલીમ વર્ગો દ્વારા તાલીમ, મત્સ્યોદ્યોગ માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવે છે.
આ ઉપરાંત માછીમાર જૂથ અકસ્માત વીમા યોજના, KCC (કિશાન ક્રેડીટ કાર્ડ), ઇ-શ્રમ કાર્ડ, અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખેડા જિલ્લાના નાના માછીમારો અને મોટા વેપારીઓ માટે આર્શીવાદરૂપ બની છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300