જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા સલ્મ વિસ્તાર માં સાડી વિતરણ કરાઈ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા સલ્મ વિસ્તાર માં સાડી વિતરણ કરાઈ
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા સલ્મ વિસ્તાર પાળિયાદ રોડ બોટાદ ખાતે મુક્તિધામ ના સૌજન્યથી સાડી વિતરણ કરાયું.
ધાર્મિક તહેવાર રક્ષાબંધન અને સાતમ – આઠમ નજદીક હોય શ્રમજીવી બહેનો ભાતીગળ તહેવાર ની મોજ માણી શકશે.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , જાયન્ટ્સ ફેડરેશન યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ સાહેલી ના સેક્રેટરી સોનલ બેન આદેસરા , સાહેલી ના પૂર્વ પ્રમુખ રેખાબેન ડુંગરાણી તથા નીતા બેન લખાણી , વંદના બેન રોજેસરા , બિનલ બેન રોજેસરા , સ્વેતાબેન સોની , વિજય ભાઈ વાળા ,મુકેશભાઈ જોટાણીયા ,સુરેશભાઇ ડુંગરાણી વગેરે ઉપસ્થિત રહેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300