તલોદ ખાતે મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ

તલોદ ખાતે મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં તલોદ ખાતે મિલેટ્સ વાનગી સ્પર્ધામાં(Cooking Competition)200 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો સંકલિત બાળ વિકાસ યોજના કચેરી આયોજિત સ્પર્ધામાં ૪૦ વિજેતા બહેનોને પ્રમાણપત્ર અપાયા રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ – ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ'(International Millet Year) નિમિત્તે છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન અને પરંપરાગત ધાન્યના ઉપયોગ માટે જાગૃતતા કેળવવાના હેતુસર આંગણવાડી કાર્યકરો માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સાબરકાંઠા જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ કચેરી અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા સેજા લેવલએ આયોજિત મિલેટ્સ વાનગી(Millets Dishes) સ્પર્ધામાં ૨૦૦ કાર્યકરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના પ્રોગ્રામ ઓફિસરશ્રી ના નેજા હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં સેજા લેવલએ આંગણવાડીઓ ખાતે મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. તલોદ તાલુકામાં ૨૦૦ આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં ભાગ લઈ પરંપરાગત ધાન્યનો ઉપયોગ કરી પોષણયુક્ત વાનગી બનાવી હતી. જે પૈકી ૪૦ બહેનો વિજેતા બની હતી. વિજેતા બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તે પ્રસંગે જીવન વિકાસ અધિકારીશ્રી,સી ડી પી ઓ‌, જીલ્લા પંચાયત સદસ્ય રેખા બા, પ્રાંત અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, ટીડીઓ, તાલુકા હેલ્થ ઓફિસર ની ઉપસ્થિતિમાં મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી.

રીપોર્ટ,મનોજ રાવલ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Screenshot_2023-07-12-17-38-25-09_6012fa4d4ddec268fc5c7112cbb265e7-0.jpg Screenshot_2023-07-12-17-37-46-40_6012fa4d4ddec268fc5c7112cbb265e7-1.jpg

Admin

Manoj Raval

9909969099
Right Click Disabled!