પાટણના સુજનીપુર ગામે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન સેમીનાર યોજાયો.
પાટણના સુજનીપુર ગામે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન સેમીનાર યોજાયો.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્રારા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી ઉપર સવિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા પણ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગાય નિભાવ ખર્ચ અર્થે દર મહિને ૯૦૦/- ની સહાય આપવામાં આવે છે જેના ભાગરૂપે અનાવાડા ક્લસ્ટરના સુજનીપુર ગામ ખાતે રામજી મંદિરમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત હિતેશભાઇ પટેલ- બ્લોક ટેક્નોલોજી મેનેજરે કરી જેમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા માટે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેવાકે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસ અને જૈવ અસ્ત્રો તેમજ ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો જેના વિશેની માહીતી આપી હતી. ત્યારબાદ યશ પટેલ- FMT પ્રાકૃતિક ખેતીમાં પોતાના અનુભવો ખેડુતોને જણાવેલ જમીનની ફળદ્રુપતા વધારવા માટે પાકની ફેરબદલી, આંતરપાક લેવા જરૂરી છે. ત્યારબાદ મહેશભાઇ પ્રજાપતી- જીલ્લા ખેતી અધિકારીએ ખેડુતોને પ્રાકૃતીક ખેતી તરફ વળે અને ખેતી ખર્ચ ઘટે તદઉપરાંત રાસાયણીક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ નહિવત કરવાની ભલામણ કરી હતી.
એ.આર.ગામી-નાયબ ખેતી નિયામક વિસ્તરણ, ડી.એમ.મેણાત- નાયબ ખેતી નિયામક તાલીમ -વ-પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જેઓએ ખેડુતોનેએક દેશી ગાય રાખીને ૨૦-૨૫ એકર જમીનમાં પ્રાકૃતીક ખેતી કરી શકાય તેમજ સરકારની દેશી ગાય યોજનાનો લાભ લઇને સ્વાવલંબી બનવા માટે ખેડુતોને જાગૃત કરેલ.
આ સેમિનારમાં પાટણ જીલ્લા ખેતીવાડી અને આત્મા પ્રોજેક્ટ વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો સેમિનારમાં જોડાયા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300