પર પ્રાંતીય સગર્ભાની મધ્ય રાત્રિએ નોર્મલ પ્રસૂતિ કરાવતી 108 ની ટીમ

પર પ્રાંતીય સગર્ભાની મધ્ય રાત્રિએ નોર્મલ પ્રસૂતિ કરાવતી 108 ની ટીમ
Spread the love

પર પ્રાંતીય સગર્ભાની મધ્ય રાત્રિએ નોર્મલ પ્રસૂતિ કરાવતી 108 ની ટીમ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામમાં મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારના મૂળીબેનને રાત્રીના પ્રસુતિ ની અસહ્ય પીડા ઉપડતાં તેમના પતિ એ 108 ઇમરજન્સી ને મદદ માટે કૉલ કરેલ. બાબરા 108 એમ્બ્યુલન્સ લુણકી ગામ જવા રવાના થઈ હતી. દર્દી લુણકી ગામના બસ સ્ટેશન પર હતું. ઈએમટી સંદીપ ભાલીયા તથા પાઈલોટ જગદીશભાઈ જરુરી મેડિકલ સાધનો લઈ સ્થળ પર પહોંચી દર્દીની તપાસ કરતા દર્દી ને અસહ્ય પ્રસુતિ નો દુઃખાવો હતો, તેથી લુણકી બસ સ્ટેશમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. બાબરા 108 ના સ્ટાફ ઈએમટી સંદીપ ભાલીયા અને પાયલોટ જગદીશભાઈ એ સ્થળ પર જ ડિલિવરી કરાવી હતી. અને અમદાવાદ ઓફિસમાં રહેલા ડોક્ટર ની સલાહ પ્રમાણે બેબી કેર, ઓક્સિજન આપી બાળકનો જીવ બચાવેલ અને માતા બાળકને સારવાર સાથે બાબરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અને માતા બાળકનો અમૂલ્ય જીવ બચાવેલ.દર્દીના સગા સંબંધીઓ એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો. તથા 108 ઇમરજન્સી પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી સાહેબ અને જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ બાબરા 108ના સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા. આમ ફરી એક વખત 108 ઇમરજન્સી સેવા આશીર્વાદ રૂપ બની હતી.

રીપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230712-WA0097-1.jpg IMG-20230712-WA0096-2.jpg IMG-20230712-WA0095-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!