જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા કુપોષિત બાળકો ને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરાયું.

મિશન કુપોષણ નાબુદી અભિયાન અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા કુપોષિત બાળકો ને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરાયું.
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન બોટાદ શહેર જીલ્લામાં છેલ્લા ૩૦ વર્ષ થી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા કવિશ્રી બોટાદકર ન.પ્રા. શાળા અવેડા ગેઇટ – બોટાદ ખાતે મિશન કુપોષણ નાબુદી અભિયાન અંતર્ગત કુપોષણ હટાવો.. તંદુરસ્તી લાવો…પ્રોજેક્ટ અન્વયે કુપોષિત ૨૧ બાળકો ને બોર્નવિટા પાવડર અને કેળા નું વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સ્થાપક ઉપ પ્રમુખ અને યુનિટ ડીરેક્ટર ગ્રીન સી.એલ.ભીકડીયા , ઉપ પ્રમુખ દિલીપ ભાઈ ભલગામીયા , સેક્રેટરી દીપકભાઈ માથુકિયા , પ્રોજેકટ ચેરમેન પરેશ ભાઈ દરજી ,અતુલભાઈ વાઘેલા, મનસુરભાઈ ખલ્યાણી, નિલેશભાઈ વાગડીયા , નાસીરભાઈ ખલ્યાણી વગેરે ઉપસ્થિત રહેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300