મિતીયાજ થી રોણાજ ગામ ની વચ્ચે મહાકાય વૃક્ષ ધરાશય થતા વાહનો ની અવરજવર બંધ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ થી રોણાજ ગામ ની વચ્ચે રસ્તા પર આજ વહેલી સવારે મહાકાય વૃક્ષ ધરાશય થતા વાહનો ની અવરજવર બંધ થતાં લોકો મુશ્કેલી મા મુકાયા હતા ત્યારે મિતીયાજ ગામ ના સામાજિક કાર્યકર સુરપાલસિહ બારડ લલિતભાઈ વાળા તેમજ કનુભાઈ રાવલીયા એ જે.સી.બી.બોલાવી વૃક્ષને રસ્તા પર થી ખસેડવાની યુધ્ધ ના ધોરણે કામગીરી કરવામાં આવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો ત્યારબાદ બંને સાઈડ બાવળ ના ઝુંડ થી અકસ્માત નો ભય લોકો ને છતાવતો હતો ત્યારે રોડ ની બંને સાઈડ ચોખ્ખી કરવામાં આવી,આ સામાજિક કાર્યકર સુરપાલસિહ બારડ લલિતભાઈ વાળા, કનુભાઈ રાવલીયા તેમજ પી.ડબલયુ.ડી ના અધિકારી શ્રી રાણા સાહેબ નો મિતીયાજ,રોણાજ બંને ગામ ના લોકો એ આભાર માની, સરાહનીય કામગીરી ગણાવી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300