કુબેરભંડારી કરનાળીમાં એક લાખથી વધુ  દર્શનાર્થીઓની ઐતિહાસીક ભીડ

કુબેરભંડારી કરનાળીમાં એક લાખથી વધુ  દર્શનાર્થીઓની ઐતિહાસીક ભીડ
Spread the love

શાસ્ત્રો મુજબ અપર મહીનો એટલે ભક્તિ અને કર્મ સિધ્ધી માટે ઉત્તમમાસ કહેવાય, પુરુષોત્તમમાસ પણ કહેવાય આ દિવસોમાં દેવાલયો દર્શનાર્થીઓથી ભરપુર હોય છે. આ માસની શરુઆતે જ સોમવતી અમાસના દિવસે વડોદરા જીલ્લાનુ કુબેરભંડારી મહાદેવ, કરનાળી ગામે મહાદેવ દર્શને દોઢ લાખથી વધુ મહાદેવ ભક્તોનુ ધોડાપુર ઉમટ્યુ જેમા સુરતથી છેલ્લા દસ વર્ષથી દર્શને જતા ઉધના જય કુબેરગૃપથી મહેશભાઇ પટેલ અને મોટાવરાછા, યુનિવર્સલ ફાઉન્ડેશનથી પ્રકાશકુમાર વેકરીયાના કહેવા પ્રમાણે આ પૌરાણીક મંદિર નર્મદા કિનારે આવેલુ એક જ્યોતિર્લિંગ સમાનજ શિવલંગ છે. જ્યાં દર અમારે ઓછામાં ઓછા વીસ હજારથી લાખ, દોઢલાખ ભક્તો સુરત, રાજકોટ, અમદાવાદ, જામનગર, મુંબઇ, પુના તથા સમગ્ર ગુજરાતથી પોતાની આસ્થાની નોંધ લઇ બસો અને પ્રાઇવેટ વાહનો દ્વારા મહાદેવ દર્શને આવે છે, અને પોતાના કર્મોધ્ધારની ટેક લગાવતા હોય છે તથા મુસિબતના સાથી ભોળાનાથને મનાવી કુબેર સુધી પહોંચવાના પથસફળતાની અરજ કરતા હોય છે.

આ મંદિરના મુખ્ય પુજારી રજની દાદા પણ હોંસે હોંસે ભક્તોને દિશા દર્શાવવામાં ક્યારેય પાછી પાની કરતા નથી અને અહી સતત બે ટાઇમ સૌને પ્રસાદ હેતુ ભંડારો લગાવી સમગ્ર ગુજરાતનાં દુરથી આવતા મહાદેવ ભક્તોને હેતેથી જમાડતા રહ્યા છે. આ મંદિર કરનાળી ગામમાં પુરુ પથરાયેલુ તથા વિશાળ પરિસર અને મંદિરનો ખાસ ભાગ જુના કુબેર મંદિર પણ છે જે ખરા અર્થે કુબેર ભંડારી મહાદે જ્યાં સતત વિરાજમાન છે અને બન્ને મંદિરોને ખુબ વિશાળ સ્નાનઘાટ લાગુ પડે જ્યાં લાખો ભક્તો સ્નાન કરી પાવન થતા જોવા મળ્યા છે.

વિશેષમાં જોડતા પ્રકાશકુમાર વેકરીયાએ વધુ ઉમેરતા જણાવ્યુ કે તેઓ આ મંદિરે પંચાવન વખત સતત શંખનાદ કરી તેમનામાં કુદરતી રીતે શંખનાદની કેળવણી થઇ હતી જે આજે સમગ્ર ગુજરાત સહીત વિશ્વમાં ઘણા દેશોમાં નોંધ લેવાઇ રહી છે તથા ટુંકમાં એ પણ ઉમેર્યુ કે કુબેરભંડારી મંદિર નર્મદા કિનારાના નાના મોટા તમામ ધામો માનુ એક એવુ મોટુ ધામ છે જ્યાં એક સાથે હજારો લાખો ભક્તો ભોજન પ્રસાદે યુક્ત થઇ સચવાઇ જતા એક કે બે દિવસનો પ્રવાસ કરી કુદરતનુ ભરપુર સાનિધ્ય માણી શકે અને ધર્મશાસ્ત્રો મુજબ તપોભુમિ પણ પ્રબળ હોય એટલે ધર્મ કર્મ થી પાવન થવા એક વાર દર્શને તથા પ્રવાસ હેતુ જરુર જવુ જોઇયે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20230718-WA0019.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!