મોરબી ઓમ શાંતિ વિદ્યાલય માં ૩૯ અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ

મોરબી ઓમ શાંતિ વિદ્યાલય માં ૩૯ અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ
Spread the love

મોરબી ઓમ શાંતિ વિદ્યાલય માં
૩૯ અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ

અન્ન દાન થી ચડિયાતું વિદ્યાદાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે (ટી ડી પટેલ)

મોરબી ઓશાંતિ વિદ્યાલય ૩૯ અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ વર્તમાન સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે. સેલ્ફ ફાયનાન્સ શાળામાં ફી ભરીને ભણાવવાની બધાની આર્થિક સ્થિતી નથી આવા સમયે સરદાર બાગ સામે, ર્ડા.ભાડેસીઆ સાહેબની હોસ્પિટલની બાજુમાં આવેલ અને છેલ્લા ૩૦ વર્ષથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે અગ્રીણ સંસ્થા ઓમશાંતિ વિદ્યાલયના સ્થાપક, સંચાલક, મેનેજીંગ ટ્રસ્ટી ટી. ડી. પટેલ દ્વારા ૩૯ બાળાઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી તેઓને શાળામાં પ્રવેશ આપેલ છે. જેમાં વિકાસ વિદ્યાલયની ૩૩ બાળાઓ, યદુનંદન ગૌશાળાના ૩ વિદ્યાર્થીઓ, મધર ટેરેસા આશ્રમની ૩ બાળાઓ મળીને કુલ ૩૯ વિદ્યાર્થીનીઓને શાળામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવેલ છે. પ્રથમ મધર ટેરેસા આશ્રમની બાળાઓને નિઃશુલ્ક પ્રવેશ આપેલ તેની પ્રગતિ અને શાળામાં અભ્યાસથી ખૂબ જ પ્રભાવિત થયેલ સિસ્ટરે અનાથ બાળકોની સંસ્થાઓની મીટીંગમાં ઓશાંતિ વિધાલયના શિક્ષણકાર્ય અંગે જાણકારી આપી જેનાથી પ્રભાવિત થઈ સરકારી અધિકારીએ ટી.ડી. પટેલ સરનો સંપર્ક કરી અન્ય અનાથ આશ્રમની બાળાઓને શાળામાં પ્રવેશ આપવા માટે જણાવ્યું જેનો ટી.ડી. પટેલ સાહેબે સ્વીકાર કરી આ બાળાઓને શાળામાં ભણાવવાની જવાબદારી સ્વીકારી માતા–પિતા વિહોણી બાળાઓને અન્ય બાળકોની જેમ જ શ્રેષ્ઠ શિક્ષણ મળે અને જયાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે સાથે સાથે બે જોડી યુનીફોર્મ અને પુસ્તકો પણ આપેલ છે તેવી જાહેરાત કરેલ છે. અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓ માત્ર ફી માટે જ કાર્યરત નથી પણ સામાજીક જવાબદારી સ્વીકારી સમાજમાં સમાનતા માટે પણ પ્રયત્નશીલ છે તેનો ઉતમ દાખલો ઓશાંતિ વિદ્યાલયે આપેલ છે.
(સમાજના કોઈ અગ્રણીઓ કે સેવાભાવી સંસ્થાઓ આ બાળઓની ફી ભરવા માટે જવાબદારી લેવા માટે તૈયાર હોય તો તે આવકાર્ય છે. અન્યથા સંસ્થામાં ભણે ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે.)

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230728-WA0022.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!