બાળકો સાથે મધ્યાહન ભોજન લેતાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા

બાળકો સાથે મધ્યાહન ભોજન લેતાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા
Spread the love
  • હોમવર્ક, પાઠ્યપુસ્તકોની તેમજ ભોજનનું જાત નિરક્ષણ કર્યું
  • શિક્ષકના અંદાજમાં જોવા મળ્યાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા
  • અમરેલીના દરિયા કાંઠાની શાળામાં પહોંચી વિદ્યાર્થીઓ સાથે બેસી વાર્તાલાપ કર્યો

અમરેલી જિલ્લાના છેવાડે આવેલા દરિયાઈ રાજુલા, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાની શાળાઓમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મુલાકાત લીધી હતી. બાબરકોટ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્મ દરમિયાન કલાસ રૂમમાં પહોચી બાળકો સાથે શિક્ષણ મંત્રીએ બેસી વાર્તાલાપ કર્યો હતો. બાળકો શું શીખી રહ્યા છે? શિક્ષકો વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે? બાળકોની ગ્રાઉન્ડ ઉપર કેવી સ્થિતિ છે ? જે તમામ બાબતોની માહિતી મેળવી હતી. તેમજ શિક્ષણ સાથે બાળકોના આરોગ્યની પણ ચિંતા કરી હતી. શાળાઓમાં આરોગ્ય કેમ્પ રાખવા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે તે માટે રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ વિશે પણ ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ ડરે નહિ તે માટે તેમની સાથે નીચે બેસી સામાન્ય માણસની જેમ વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને અપાતુ હોમવર્ક પાઠ્યપુસ્તકોની પણ ચકાસણી કરી હતી. અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન કેવી રીતે અભ્યાસ કરતા તેની માહિતીઓ આપી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સ્કૂલમાં અપાતા મધ્યાનને લઈ રસોડાની પણ મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓ માટે બનતું ભોજનની જાત નિરક્ષણ કર્યું હતું. જાફરાબાદ, રાજુલાના દરિયા કાંઠે 5થી વધુ શાળાઓમાં જાતે પ્રવાસ કરી શિક્ષકો શાળાઓની સ્થિતિ અંગે મુલાકાતો લઈ માહિતીઓ મેળવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, જિલ્લા પંચાયત સદસ્ય કરશન ભીલ, સાગર સરવૈયા સહિત સ્થાનિકો પણ જોડાયા હતા. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર 5 કલાક ફરજ બજાવે એવું નહીં, પરંતુ શિક્ષક એક સ્મરસ્તાનું ધ્વતક ઉદાહરણ છે. ગામમાં શિક્ષકનું એક સર્વચ માન હોય છે. આ ગામના લોકો જાગૃત છે, જેવો શાળા સાથે જોડાયેલા છે. અહીં શાળા પ્રવેશોત્સવ દરમિયાન અગાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવ્યા હતા આજે મને ગૌરવ છે કે હું પણ આ શાળામાં આવ્યો છું.

Admin

Admin

9909969099
Right Click Disabled!