કુકાવાવ: અધિકમાસ અંતર્ગત ગોપી મંડળનું વન ભોજન અને ભજન મનોરથ સાથે સત્સંગ કાર્યક્રમ

મોટી કુકાવાવ: સૂર્યમુખી હનુમાનજી મંદિર પરિસરમાં પરસોતમ માસ અધિકમાસ અંતર્ગત ગોપી મંડળનું વન ભોજન અને ભજન મનોરથ સાથે સત્સંગ કાર્યક્રમ
અમરેલી જિલ્લાનાં મોટી કુકાવાવ નાં બગસરા રોડ પર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર પરિસરમાં પરસોતમ માસ અધિકમાસ અંતર્ગત ગોપી મંડળનું વન ભોજન અને ભજન મનોરથ સાથે સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલી જિલ્લાનાં મોટી કુકાવાવ બગસરા રોડ પર આવેલું સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે અધિક માસ નીમિતે ગોપી મંડળ દ્વારા વન ભોજન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને ગોપીઓ મંડળથી રાસની ધૂમ રમઝટ બોલાવી હતી.
સમસ્ત કુકાવાવ ગામમાં સૂર્યમુખી હનુમાનજી મંદિર ની જગ્યા ખાતે અધિક માસ પરષોત્તમ માસ નિમિતે કુકાવાવ ની સમસ્ત ગોપીઓ દ્વારા કુકાવાવ ખુબજ ભાવભેર સત્સંગ રાસ ઉત્સવ તેમજ બપોરે મહા પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર નાં પ્રાંગણમા ભરતનાથજી બાપૂ નાં સમગ્ર ગોપીઓ એ આશીર્વાદ લીધા હતા તેમજ આ અધિક માસ માં આ જગ્યા પર ગોપીઓ એ ખુબજ ધામ ધુમ પૂર્વક મહોત્સવ ની ઉજવણી કરી હતી.
કુકાવાવ ખાતે વર્ષો થી ગોપી મંડળ દ્વારા રાસ ,સત્સંગ, રામધૂન, અને ધાર્મિક પ્રવચન સાથે ધાર્મિક કથાઓ અને ધાર્મિક કાર્યો આ જગ્યામાં ગોપી મંડળ દ્વારા કરવામાં આવે છે તેમજ ભવ્ય ઉજવણી નાં ભાગરૂપે મહા પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે.ગોકુળ વૃંદાવન ધામમાં પહોચ્યા એવું આ જગ્યા ની અંદર ફીલ થાય છે તેવું ભાવિ ભક્તો જણાવી રહ્યા છે તેમજ પરષોત્તમ અધિક માસ નિમિતે ધાર્મિક કાર્ય કરી ગોપી મંડળ એ જગ્યાના ભરતનાથજી બાપૂ નાં આશીર્વાદ મેળવતા ધન્યતા અનુભવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300