પાટણ: મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને બેઠક મળી

પાટણ: મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને બેઠક મળી
Spread the love

‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને પદાધિકારી-અધિકારીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી

તા.9 થી સમગ્ર ઓગષ્ટ મહિનો થશે ‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત ઉજવણી*

*13 થી 15 મી ઓગષ્ટ સુધી “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે આ વર્ષની ઉજવણીની થીમ ‘’મારી માટી,મારો દેશ’’ રાખવામાં આવી છે. જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે પદાધિકારી-અધિકારીઓની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં દરેક અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની પીપીટી પ્રેઝન્ટેશન મારફતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ વર્ષે તા.9 મી ઓગષ્ટથી સમગ્ર મહિનો ‘’મારી માટી,મારો દેશ’’ અતર્ગત ‘’માટીને વંદન, વીરોને વંદન’’ ટેગલાઈન સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. તા.9 થી 15 ઓગષ્ટ સુધી પંચાયત કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે. તા.12 થી 20 ઓગષ્ટ સુધી તાલુકા કક્ષાએ, ત્યારબાદ અંતિમ કાર્યક્રમ તા.30 ઓગષ્ટના દિલ્હી ખાતે કર્તવ્યપથ પર યોજાશે.

પાટણ જિલ્લાની 486 ગ્રામપંચાયતો પર ઉજવણી થશે. તેમજ જિલ્લાનાં 9 તાલુકામાં ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં હાલમાં શીલાફલકમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે તા.07 ઓગષ્ટ સુધી પુર્ણ થઈ જશે. નગરપાલિકાની વાત કરીએ તો તા. 11 ઓગષ્ટએ સિદ્ધપુર અને હારીજમાં કાર્યક્રમ થશે. તા. 15 મી એ પાટણ, 19 ઓગષ્ટનાં રાધનપુર તેમજ 18 ઓગષ્ટનાં ચાણસ્મા મુકામે કાર્યક્રમો યોજાશે. પાટણ જિલ્લાની દરેક કોલેજ, શાળાઓ, સંસ્થાઓ દરેક જગ્યાએ ‘’મારી માટી,મારો દેશ’’ કેમ્પેઈન અંતર્ગત ઉજવણી કરવામાં આવશે.

આજની બેઠકમાં સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, ડી.આર.ડી.એ.નિયામકશ્રી આર.કે. મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230805-WA0091-1.jpg IMG-20230805-WA0090-2.jpg IMG-20230805-WA0088-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!