આલેલે…! પાલિકા તંત્રને બે વર્ષે ખબર પડી ગેસ એજન્સીએ કરેલ ખાડા 72 લાખમાં નહિ પુરાય…!

- શહેરીજનો ચાર વર્ષે ખાડા તો ભૂલી જશે ને ? ગતિશીલ ગુજરાત
- ખાડા પુરવા વધુ નાણાં માટે નવી દરખાસ્ત બે વર્ષ નાણાં મંજુર થશે
- એટલે સભ્યોની દુકાનોથી જુના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોકની દરખાસ્ત કરશે
દામનગર ના વિવિધ વિસ્તારો માં ઘેર ઘેર ગેસ લાઈન અને ગેસ કનેક્શનો માટે કરેલ ખાડા પુરવા નો ખર્ચ ગેસ કંપની એ ૭૨ લાખ ખાડા પુરવા ચૂકવ્યા પણ ક્યાં ખાડા પુરવા ના ? પાલિકા શાસકો ને પડતી નાણાં ની તાણ ના કે રસ્તા ના ? બે વર્ષ બાદ પાલિકા તંત્ર ને આત્મજ્ઞાન લાધ્યું કે ૭૨ લાખ માં ખાડા નહિ પુરાય આ માટે વધુ નાણાં મેળવવા એક દરખાસ્ત કરી વધુ નાણાં માંગ મંજુર બાદ પુરવા વધુ બે વર્ષ નો સમય થાય તો પેવર બ્લોક જુના થઈ જાય એટલે પાલિકા ના સભ્યો ની દુકાને થી નવા પેવર બ્લોક ખરીદી રસ્તા નવા બનાવવા ની દરખાસ્ત કરાશે એટલે ચારેક વર્ષ જેવો સમય શહેરીજનો એ રાહ જોવી પડશે ત્યાં સુધી માં ખાડા ભુલાય જવાશે છે ને ? છે ને ગતિશીલ ગુજરાત ?
ગેસ એજન્સી એ શહેર ભર ના દરેક વિસ્તાર માં ઠેર ઠેર ગેસ લાઈન કે કનેક્શન માટે ખાડા કર્યા તેના રિપેરીગ માટે ગેસ કંપની એ રૂપિયા ૭૨ લાખ નું વળતર પણ પાલિકા તંત્ર ને ચૂકવી દીધા ને બે વર્ષ જેવો સમય થયો હવે પાલિકા તંત્ર ને ખબર પડી આ ૭૨ લાખ માં ખાડા પુરવા પૂરતા નથી એટલે વધુ નાણાં માટે નવી દરખાસ્ત કરાશે નાણાં મંજુર થઈ ને આવે એટલે બે વર્ષ નો સમય થાય ત્યાં પેવર બ્લોક જુના થઈ ગયા હશે એટલે જુના કાઢી નવા પેવર બ્લોક નાખવા ની દરખાસ્ત કરાશે તો જ પાલિકા શાસકો ની દુકાનો ચાલે ને ? ત્યાં સુધી માં શહેરીજનો ખાડા તો ભૂલી જ જાય ને ? મચ્છર ભગાડવા નું ધુવાડ્યું ફેરવ્યું પણ મચ્છર પણ ધુવાડો વારંવાર ભૂલી જાય છે કીટ નાશકનો છટકાવ કરો ભારે ઉપદ્રવ સામે પાલિકા તંત્ર સફાઈ અને કીટ નાશક સેવા વધાવી જરૂરી છે.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા